(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: એવું માનવામાં આવે છે કે, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે અને એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. દરમિયાન, અજિત પવાર સિવાય, NCP તરફથી કેબિનેટમાં સામેલ કરવામાં આવનાર નેતાઓના સંભવિત નામો જાહેર થયા છે.
Maharashtra CM:મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહાયુતિ પાર્ટીઓએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. શપથ ગ્રહણ માટે મહેમાનોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. 5 ડિસેમ્બરને ગુરુવારે સાંજે 5 વાગ્યે ઐતિહાસિક આઝાદ મેદાન ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેને યાદગાર બનાવવા માટે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવા સમાચાર છે કે બીજેપી હાઈકમાન્ડે દેવેન્દ્ર ફડણવીસનાના નામને મંજૂરી આપી દીધી છે. અને એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના આગામી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હશે. જો કે તેની ઔપચારિક જાહેરાત 4 ડિસેમ્બરે વિધાનસભા પક્ષની બેઠક બાદ કરવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે અને એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. દરમિયાન, અજિત પવાર સિવાય, NCP તરફથી કેબિનેટમાં સામેલ કરવામાં આવનાર નેતાઓના સંભવિત નામો જાહેર થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહાયુતિની આ બીજી સરકારમાં અજિત પવાર જૂથના 10 કે 11 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. તેમાં છગન ભુજબળ અને ધનંજય મુંડે જેવા નેતાઓના નામ સામેલ છે.
એનસીપીના સંભવિત મંત્રીના નામ
- અજિત પવાર
- અદિતિ તટકરે
- છગન ભુજબળ
- દત્તા ભરણે
- ધનંજય મુંડે
- અનિલ ભાઈદાસ પાટીલ
- નરહરિ ઝિરવાલ
- સંજય બનસોડે
- ઈન્દ્રનીલ નાઈક
- સંગ્રામ જગતાપ
- સુનીલ શેલ્કે
નાણા મંત્રાલય પણ અજીત જૂથને જાય તેવી શક્યતા છે
મળતી માહિતી મુજબ અજિત પવારને ડેપ્યુટી સીએમ પદની સાથે નાણા મંત્રાલય પણ મળે તેવી શક્યતા છે. જ્યારે શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગ જેવા મોટા મંત્રાલયો શિવસેના એકનાથ શિંદે જૂથ પાસે જઈ શકે છે.
આ વિભાગો પર પેંચ
સૂત્રોનું માનીએ તો PWD, શહેરી વિકાસ, નાણા મંત્રાલયને લઈને અજિત પવાર જૂથ અને શિવસેના શિંદે જૂથ વચ્ચે ઝઘડો છે. બંને જૂથ આ મંત્રાલય લેવા માંગે છે. આ દરમિયાન અજિત પવાર દિલ્હીમાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ ભાજપ હાઈકમાન્ડ સાથે તેમની પસંદગીના મંત્રાલયોને લઈને વાત કરી શકે છે.
5મી ડિસેમ્બરે શપથગ્રહણ
મહારાષ્ટ્રમાં ભલે મુખ્યપ્રધાનનું નામ નક્કી ન થયું હોય, પરંતુ શપથગ્રહણની તારીખ ચોક્કસપણે નક્કી થઈ ગઈ છે. ગુરુવારે (5 ડિસેમ્બર) મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેને લઈને મંગળવારે બપોર સુધીમાં મહાયુતિના નેતાઓ આઝાદ મેદાનમાં નિરીક્ષણ માટે જશે. પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને શાસક એનડીએ ગઠબંધનના ટોચના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી શક્યતા છે.