શોધખોળ કરો

Mehsana: પ્રેમ સંબંધમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યાથી ખળભળાટ

મહેસાણા જિલ્લાના દિવાનપુરા ગામે પ્રેમ સંબંધની જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે.  જૂની અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે.

મહેસાણા:  મહેસાણા જિલ્લાના દિવાનપુરા ગામે પ્રેમ સંબંધની જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે.  જૂની અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે.  યુવકને ગામના જ ચાર યુવકોએ ઘેરી છાતીમા છરીના ઘા ઝીંક્યા હતા. યુવકને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાના કેસમાં પોલીસે ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. 

મહેસાણાના લાંઘણજના દીવાનપુરા ગામમાં હત્યાની ઘટના બની છે. 40 વર્ષીય ઠાકોર રણજીતસિંહ મેરૂજી નામના યુવકની હત્યા કરવામાં આવી છે.  ફરિયાદીની દીકરી અને મુખ્ય આરોપી મેહુલજી વચ્ચે પ્રેમ સંબંધ હતો. એક વર્ષ અગાઉ પ્રેમ સંબંધ મુદ્દે માથાકૂટ થઈ હતી. કુટુંબના આગેવાનો દ્વારા સમાધાનના એક વર્ષ બાદ ફરીથી માથાકૂટ થઈ હતી. 

ગતરોજ ગામમાં જમણવાર બાદ મૃતક ઘરે પરત જઈ રહ્યો હતો. ઘરે પરત જતા દરમિયાન આરોપી મેહુલ અને તેના પરિજનોએ ઝગડો કરી હુમલો કર્યો હતો.  ઝગડામાં મેહુલે મૃતક રણજીતને પેટના ભાગે છરી મારી હત્યા કરી નાખી હતી.  સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં ઘટનાના મુખ્ય આરોપી મેહુલ અશ્વિનજી ઠાકોર, અશ્વિન, ગોવિંદ, ચેતનજી મળી કુલ 4 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળેલ વિગતો મુજબ ઘટનાનો મુખ્ય આરોપીને પણ પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરી બાકીના ત્રણ આરોપીઓને પણ પકડી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 

6 મહિના પૂર્વે થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 6 આરોપી ઝડપાયા

ભાવનગરના પીંગળી ડબલ મર્ડર કેસમાં 197 દિવસ બાદ ભાવનગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલાયો છે.  શીવાભાઈ રાઠોડ અને તેમના પત્ની વસંતબેન રાઠોડની ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી.  જે અંગે પોલીસે કુલ છ આરોપીની ધરપકડ કરીને આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. અગાઉ થયેલ ઝઘડા બાબતે ખાર રાખીને પાંચ લાખ રૂપિયાની સોપારી આપીને રણજીત યાદવ નામના શખ્સે હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. 

6 આરોપીઓ ઝડપાયા

ખેતીવાડીનું કામ કરતા દંપતીને જૂની માથાકૂટના કારણે સોપારી લઈને હત્યા કરવાના કેસમાં ભાવનગર પોલીસને સફળતા મળી છે. ભાવનગર જિલ્લાના બહુચર્ચીત તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડરના 6 આરોપીઓને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. 

ગત તારીખ 11/07/2023ના રોજ પિંગળી ગામે દંપતીની  હત્યાનો બનાવ બન્યો હતો.  આ ઘટનામાં પતિ પત્ની પિંગળી ગામે એકલા રહેતા હતા ત્યારે આ તેમની હત્યા કરવામાં આવી હતી. ઘરમાં અંદરના ભાગે રૂમનું તાળુ કોઇએ ચાવી વડે ખોલી કબાટનો સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. જેથી કોઇએ ઘરમાંથી ચોરી-લૂંટ કર્યાના ઇરાદે તિક્ષ્ણ હથીયાર વડે હત્યા થઈ હતી તેવુ અનુમાન હતું.  આ ગુનો શોધી કાઢવા માટે છેલ્લા 6 મહીનાથી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ  રાત-દિવસ પ્રયત્નો કરી રહી હતી. 

ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીઓની ભાળ મેળવવા પોલીસ પ્રયાસ કરી રહી હતી. પિંગળી ગામથી આજુ-બાજુના 50 કિલોમીટર વિસ્તારના કુલ-19 ગામના કુલ-38  CCTV તપાસવામાં આવ્યા હતા.  આ પ્રકારના ગુનાઓમાં અગાઉ પકડાયેલા શખ્સો, અનેક શંકાસ્પદ અને પિંગળી ગામ તથા તેની આજુ-બાજુના ગામના રહીશોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કે 2 આરોપી ઝડપાયા બાદ અન્ય 4 આરોપીને ઝડપી પોલીસે કુલ 6 શખ્સોને ઝડપી લીધા છે.  રણજીતભાઇ યાદવ નામના શખ્સે  રૂ. 5,00,000/-ની સોપારી લઇને તેણે પિંગળી ગામે બતાવેલ ઘરમાં જઇને દંપતીની હત્યા કરી હતી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Embed widget