શોધખોળ કરો

Junagadh: જૂનાગઢમાં મિત્રો સાથે ન્હાવા ગયેલો યુવક પાણીમાં ડૂબ્યો, મૃતદેહ શોધવા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ

Junagadh: જૂનાગઢ - માંગરોળ નજીક આવેલી નોળી નદીમાં એક યુવાન ડુબ્યો છે. ઉંડા પાણીમાં ગરક થઈ જતા યુવાનનુ મોત થયું છે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ યુવાન પોતાના મિત્રો સાથે ન્હાવા ગયો હતો.

Junagadh: જૂનાગઢ - માંગરોળ નજીક આવેલી નોળી નદીમાં એક યુવાન ડુબ્યો છે. ઉંડા પાણીમાં ગરક થઈ જતા યુવાનનુ મોત થયું છે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ યુવાન પોતાના મિત્રો સાથે ન્હાવા ગયો હતો. જે બાદ આ દુર્ઘટના ઘટી હતી. સાથે રહેલા મિત્રોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને પીએમ માટે માંગરોળ સરકારી દવાખાને ખસેડાયો છે. મૃતક યુવાન માળીયાહાટીના ન પાણકવા ગામનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે.

ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માત

ભાવનગર અમદાવાદ હાઇવે પર નારી નજીક અકસ્માત સર્જાયો છે. આઇશર ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લીધો છે. બાઈક સવાર યુવાનને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મૃતક યુવાનનું નામ સુનિલ પરમાર હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

ચાર બંગડી વાળી ગાડી ટાઇટલ વિવાદ

ગુજરાતી સિંગર કિંજલ દવેને ચાર બંગડી વાળી ગાડીથી ખ્યાતિ મળી હતી. જેને લઈ બાદમાં વિવાદ થયો હતો અને હાલ મામલો કોર્ટમાં છે.  "ચાર બંગડી વાળી ગાડી"ના ટાઇટલને લઈને ચાલી રહેલા વિવાદમાં અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મોટો હુકમ કર્યો છે. જે મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં "ચાર બંગડી વાળી ગાડી"ટાઇટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે.  

પંજાબી સિંગર અલ્ફાઝ પર જીવલેણ હુમલો કરનારા શખ્સની ધરપકડ

પંજાબી ગાયક અલ્ફાઝ પર જીવલેણ હુમલો થયો છે. આ કેસમાં પોલીસે હુમલાખોર વિક્કીને કસ્ટડીમાં લીધો છે. આરોપી વિક્કીને હરિયાણાના પંચકુલામાંથી પકડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, નજીવી બાબતે હંગામો થયો હતો અને વિકી નામના વ્યક્તિએ પંજાબી ગાયક સાથે મારપીટ કરી હતી. હુમલા બાદ ઘાયલ થયેલા સિંગર અલ્ફાઝની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ પંજાબી ગાયકને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બોલિવૂડ સિંગર અને રેપર હની સિંહે પંજાબી સિંગર અલ્ફાઝની તસવીર શેર કરીને આ વિશે માહિતી આપી હતી.

અલ્ફાઝની હાલત ગંભીર

જાણીતા સિંગર હની સિંહે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું કે સિંગર અલ્ફાઝને હોસ્પિટલના બેડ પર જોઈ શકે છે. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેણે એ પણ જણાવ્યું કે અલ્ફાઝની હાલત નાજુક છે. હનીએ સિંહને ચેતવણી પણ આપી હતી કે જે પણ મારા ભાઈ અલ્ફાઝ પર હુમલો કરશે, તે તેને છોડશે નહીં. તેણે લોકોને અલ્ફાઝ માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી હતી.

વર્ષ 2011માં પંજાબી ગીતથી ડેબ્યૂ કર્યું હતું

સિંગર અલ્ફાઝ પંજાબમાં ખૂબ પ્રખ્યાત છે. તે એક અભિનેતા અને મોડેલ તેમજ લેખક તરીકે ઓળખાય છે. અલ્ફાઝનો જન્મ ચંદીગઢમાં થયો હતો અને તેનું મૂળ નામ અનંતજોત સિંહ પન્નુ છે. વર્ષ 2011માં તેણે પંજાબી ગીત 'હાય મેરા દિલ સે' સિંગિંગમાં ડેબ્યૂ કર્યું હતું. પંજાબી સિંગર અલ્ફાઝે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે, ઘણા કલાકારો અને ચાહકો તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget