શોધખોળ કરો

Surendranagar: વડગામમાં જમીન વિવાદમાં ખેલાયો ખૂની ખેલ, યુવકની કરાઈ હત્યા 

દસાડાના વડગામમાં અલગ-અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સારવાર દરમિયાન યુવકનું હોસ્પિટલ ખાતે મોત નીપજતા મારામારીનો આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. 

સુરેન્દ્રનગર:  સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામમાં જમીન મુદ્દે બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. આ બનાવને એક સપ્તાહ જેટલો સમય થયો છે ત્યાં વધુ એક યુવકની જમીનના વિવાદમાં હત્યા કરી દેવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. વડગામમાં  જમીન વિવાદમાં  એક યુવકની હત્યા કરવામાં આવી છે.  દસાડાના વડગામમાં અલગ-અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સારવાર દરમિયાન યુવકનું હોસ્પિટલ ખાતે મોત નીપજતા મારામારીનો આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. 

પાટડી તાલુકાના વડગામમાં જમીન મુદ્દે 19  વર્ષીય યુવકની જાહેરમાં હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ યુવક પર જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અંદાજે 19 વર્ષના યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેને સારવાર અર્થે મોડી સાંજે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  પ્રાથમિક તપાસમાં જમીન બાબતના મનદુઃખ રાખી મારામારી થઈ હોવાની ચર્ચાઓ છે.  

યુવકની હત્યાના બનાવથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.  પોલીસે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનનાર યુવકનું નામ રાહુલ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.  ઘટનાની જાણ થતા DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 

સમઢીયાળાના‌ ડબલ મર્ડર કેસમાં SIT એ 5 આરોપીની ધરપકડ કરી છે

ચુડા તાલુકાના સમઢીયાળા‌ ગામે ડબલ મર્ડર મામલે પોલીસને મહત્વની સફળતા મળી હતી.  સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા ચુડા તાલુકાના સમઢીયાળા‌ ગામે થયેલ ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.  હત્યા નીપજાવનાર આરોપીઓ પૈકી 5  આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.   જણાવી દઈએ કે, જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી હતી. અલગ અલગ ટીમો બનાવી ગણતરીના દિવસોમાં ડબલ મર્ડર કરનારા 5 આરોપીઓને ઝડપી પાડયા હતા.  સમઢીયાળા‌માં જમીન વિવાદમાં બે સગા ભાઈઓ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારની હત્યા કરવામાં આવી હતી. 

ઝડપાયેલ આરોપીઓ

(૧) અમરાભાઇ ખાચર,ઉ.વ.૬૫ 
(૨) જીલુભાઇ ઉર્ફે ઘુઘાભાઇ અમરાભાઇ ખાચર, ઉ.વ.૩૨ 
(૩) મંગળુભાઇ ખાચર, ઉ.વ.૨૩ 
(૪) ભીખુભાઇ ખાચર,ઉ.વ.૬૪ 
(૫) રણજીતભાઇ ઉર્ફે ભાણભાઇ ભાંભળા,ઉ.વ.૩૯  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Embed widget