Surendranagar: બસ સ્ટેશન નજીક સરાજાહેર યુવકની હત્યાથી શહેરમાં ખળભળાટ, જાણો તમામ વિગતો
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથડી રહી છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથડી રહી છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ પાસે સરા જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં બસ સ્ટેશન નજીક સરાજાહેર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જૂની અદાવતમાં 4 શખ્શોએ 2 યુવકોને છરીના ઘા માર્યા હતા. સાથે પાઈપ અને લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સાહિર શેખ નામના યુવકનું મોત થયું છે. જૂની અદાવતમાં થયેલી મારામારીની આ ઘટનામાં બીજો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ DySP સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યા કર્યા બાદ ચારેય શખ્સો ફરાર થઈ ગયા છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના બસ સ્ટેન્ડ નજીક 4 શખ્સોએ યુવકની જાહેરમાં હત્યા કરી નાખી છે.ત્યારે આ મામલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરી છે.
વિગતો અનુસાર, સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીક આવેલ જાહેર રોડ રસ્તા ઉપર બોલાચાલી બાદ ચાર જેટલા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ હુમલામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 26 વર્ષના યુવક શાહિદ શેખનું ઘટના સ્થળે મોત થયું હોવાનું ગાંધી હોસ્પિટલના ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઇ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.
આ ઘટનાને લઈ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક પોલીસે આ મુદ્દે તપાસની કામગીરી હાથ ધરી છે. હત્યા કરનાર સોયબ ખાડકી રાજા નામનો અજાણ્યા બે ઈસમો દ્વારા આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશભાઈ પંડ્યાએ આજે જ ચાર્જ સાંભળ્યો છે. જિલ્લા પોલીસવડાએ ચાર્જ સંભાળતા માત્ર એક કલાકની અંદર જ સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાની ઘટના બની છે. આ હત્યાની ઘટનામાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો કલ્પાત કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.