Happy New Year 2023: ગુજરાતમાં ક્લબ અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષની ઉજવણી
Happy New Year 2023: વર્ષ 2023ને શરૂ થવામાં હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. નવા વર્ષને આવકારવા યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

Background
Happy New Year 2023: વર્ષ 2023ને શરૂ થવામાં હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. નવા વર્ષને આવકારવા યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ન્યૂ યર પાર્ટી માટે નિયમો તોડનારને અમદાવાદ પોલીસે અદભૂત રીતે ચેતવણી આપી છે. અમદાવાદ પોલીસે અમારી મહેમાનગતિથી સાવચેત રહેજો તેવી પોસ્ટ કરી છે. પોસ્ટમાં રેસ લગાવનારાઓ,દારુ પીને વાહન ચાલવાનારાઓની પોલીસ સ્ટેશનમાં ફ્રી એન્ટ્રીની કરવામાં આવશે તેવો ઉલ્લેખ છે.
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 31, 2022
અમદાવાદમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી
દુનિયાભરના લોકો નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત ભારતમાં પણ લોકો નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. અમદાવાદમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં યુવાધન હિલોળે ચડ્યુ હતું. રાજકોટમાં ડીજેના તાલે યુવાઓ ઝૂમ્યા હતા. મહેસાણામાં ફાર્મ હાઉસમાં ડીજે પાર્ટીનું આયોજન કરાયુ હતું.
અમદાવાદમાં પણ પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવા લોકો એકઠા થયા હતા. જામનગર, જૂનાગઢમાં પણ નવા વર્ષના સ્વાગત માટે લોકો એકઠા થયા હતા.
ન્યૂઝીલેન્ડ પછી ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી
વિશ્વમાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષની ઉજવણીની શરૂઆત થઈ છે. લોકો રસ્તા પર ઉતરીને ઉજવણી કરી રહ્યા છે. આતશબાજી પણ કરવામાં આવી હતી
Australia celebrates the beginning of New Year 2023 with dazzling fireworks in Sydney
— ANI (@ANI) December 31, 2022
(Source: Reuters) pic.twitter.com/8Eac7bpnJH





















