શોધખોળ કરો

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો થતાં ઉકળાટ ગરમીનો અનુભવ થશે. જો કે ભાવનગર અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

Rain Forecast:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. ઘણા રાજ્યોમાં અત્યાર સુધીના વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે લોકોને સલામત સ્થળે રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

સમગ્ર દેશમાં વરસાદને કારણે સ્થિતિ દયનીય છે. ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે. આ ઉપરાંત વીજળી પડવાથી પણ અનેક લોકોના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ વરસાદથી રાહત મળવાના કોઈ સંકેત દેખાતા નથી. દિલ્હી, યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં હજુ પણ વરસાદની સંભાવના છે. વરસાદના કારણે યુપીમાં 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં પણ મૃત્યુઆંક 9 પર પહોંચી ગયો છે. આ સિવાય ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે.

ગુજરાતમાં ક્યાં જિલ્લમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો થતાં ઉકળાટ ગરમીનો અનુભવ થશે. જો કે ભાવનગર અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. 9 જુલાઇથી 12 જુલાઇ વચ્ચે ફરી વરસાદનો બીજો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવા રહી છે.

અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે દિલ્હીમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે. આ સિવાય યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. રવિવારે યુપી ઉપરાંત બિહાર, આસામ, મેઘાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની ઘણી નદીઓ ભયજનક સ્થિતિથી ઉપર વહી રહી છે. અહીંના લોકોને સલામત સ્થળે જવા અને નદીઓ અને નાળાઓ પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે.

યુપી-બિહારમાં વરસાદ બન્યો આફતરૂપ

યુપીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે.  કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શુક્રવારે સાંજે 6.30 વાગ્યાથી શનિવારે સાંજે 6.30 વાગ્યાની વચ્ચે ફતેહપુરમાં વીજળી પડવાને કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. નિવેદન અનુસાર, રાયબરેલી જિલ્લામાં વીજળી પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ વરસાદ સંબંધિત ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. નિવેદનમાં જણાવાયું છે કે બુલંદશહર, કન્નૌજ, મૈનપુરી, કૌશામ્બી, ફિરોઝાબાદ, પ્રતાપગઢ, ઉન્નાવ અને મૈનપુરી જિલ્લામાંથી એક-એક મૃત્યુ નોંધાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Embed widget