ઉત્તરાખંડમાં મોટી રોડ દુર્ઘટના, મીની બસ અલંકનંદામાં ખાબકતાં 9નાં મોત, 12 લોકોનું રેસક્યુ, જાણો અપડેટ્સ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ભયાનક અકસ્માત સર્જાયો, બદ્રીનાથ હાઈવે પર 26 થી વધુ મુસાફરોને લઈ જતી મિની બસ ખાડામાં ખાબકતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધી શકે છે
Uttarakhand Bus Accident:ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ એક્સ પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી આપી છે. SDRFની સાથે પોલીસની ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં શનિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બદ્રીનાથ હાઈવે પર 26 થી વધુ મુસાફરોને લઈ જતી મિની બસ ખાડામાં ખાબકતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધી શકે છે,
સીએમ ધામીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો
દુર્ઘટનાના સમાચાર પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના અત્યંત દર્દનાક સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરપીની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 26 મુસાફરો હતા. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હાયર સેન્ટરમાં લઈ જવામાં આવી રહ્યા છે. ગુપ્તકાશીથી હેલિકોપ્ટર રૂદ્રપ્રયાગ પહોંચ્યું. 12 ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે.અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, રુદ્રપ્રયાગ શહેરથી પાંચ કિલોમીટર આગળ બદ્રીનાથ હાઈવે પર રૈતોલી પાસે એક મીની બસ ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી ગઇ હતી જેમાં 26 યાત્રિકો સવાર હતા. .