શોધખોળ કરો
Advertisement
કોરોના વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરનાને અપાશે વેક્સિન
કોરોના વેક્સિનેશન પ્રક્રિયા મુ્દે કેન્દ્ર સરકારે આજે મોટી જાહેરાત કરી છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન શરૂ કરાશે.
કોરોના વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. 1 માર્ચથી બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ થશે. જેમાં 60 વર્ષથી મોટી ઉંમરનાને વેક્સિન અપાશે. તેમજ 45 વર્ષથી મોટી ઉંમરના ગંભીર બીમારી હશે તેવા લોકોને પણ બીજા તબક્કામાં વેક્સિન અપાશે.
પ્રકાશ જાવડેકરે બીજા તબક્કાના વેક્સિનેશનની જાહેરાત કરતા જણાવ્યું કે, 1 માર્ચથી બીજા તબક્કાના વેક્સિનેશનમાં 10 હજાર સરકારી સેન્ટર પર વેક્સિન લગાવવા આવશે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન મળશે, ઉપરાંત 45 વર્ષથી મોટી ઉંમરના એવી વ્યક્તિને વેક્સિન આપવામાં આવશે, જે કોઇ ગંભીર બીમારીથી પિડીત હશે
દેશના 10 હજાર સરકારી કેન્દ્રોમાં વેક્સિન ફ્રીમાં અપાશે, જો કે ખાનગીમાં હોસ્પિટલમાંથી વેક્સિન લેશો તો તેના માટે કિંમત ચૂકવવી પડશે, વેક્સિન માટે કેટલી કિંમત ચૂકવવી પડશે તે મુદ્દે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે, 1 માર્ચથી 20 હજાર પ્રાઇવેટ સેન્ટરમાં વેક્સિનેશનની પક્રિયા શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement