શોધખોળ કરો
છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 10 નક્સલીઓ ઠાર

રાયપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે. બીજાપુરના પોલીસ અધિક્ષક મોહિત ગર્ગે જણાવ્યું કે અથડામણ સવારે 11 વાગ્યાની આસપાસ ભેરામગઢના વિસ્તારમાં બની હતી. તે સમયે વિશેષ કાર્ય બળ (એસટીએફ) જિલ્લા રિઝર્વ ગાર્ડ(ડિઆરજી)ની સંયુક્ત ટીમ નક્સલવાદ વિરોધી અભિયાન ચલાવી રહ્યા હતા.
ગર્ગે જણાવ્યું કે અત્યાર સુધી નક્સલવાદીઓના 10 મૃતદેહ મળ્યા છે. ઘટના સ્થળેથી 11 હથિયાર પણ મળ્યા છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારનું શોધખોળ ચાલુ છે. સુરક્ષાદળોએ મોટી સંખ્યામા હથિયારો જપ્ત કર્યા છે.
વધુ વાંચો
Advertisement





















