શોધખોળ કરો
Advertisement
Covid19: છેલ્લા 24 કલાકમાં 1007 નવા કેસ, અત્યાર સુધીમાં 1749 લોકો સ્વસ્થ થયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,007 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે 23 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર ભારતમાં સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,007 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે 23 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 13,387 પર પહોંચી ગઇ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 437 લોકોના મોત થયા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસ પોઝિટીવ કેસના બમણા દરમાં ઘટાડો થયો છે.
તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાના કેસ વધવામાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. કોરોના પોઝિટીવ 13.6 ટકા દર્દીઓ ઠીક થયા છે. દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે.
દેશમાં એન્ટી બોડીઝ પર કામ થઇ રહ્યુ છે. પ્લાઝ્મા ટેકનિકથી પણ સારવાર પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કિટ આપવામાં આવી રહી છે. મે સુધીમાં 10 લાખ ટેસ્ટ કિટ તૈયાર કરવાનો પ્રયાસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion