શોધખોળ કરો
Covid19: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1576 નવા કેસ, 49ના મોત
છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના વાયરસના 1576 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 49 લોકોના મોત થયા છે.
![Covid19: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1576 નવા કેસ, 49ના મોત 1576 new COVID19 positive cases and 49 deaths reported in Maharashtra Covid19: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1576 નવા કેસ, 49ના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/16040030/6-state.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના વાયરસના 1576 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 49 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 6059 લોકો સ્વસ્થ થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 હજારને પાર પહોંચી છે. મુંબઈમાં 17671 કેસ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 933 નવા કેસ સામે આવ્યા છે અને 34 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 655 લોકોના મોત થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 2944 લોકો સ્વસ્થ થયા છે.
મુંબઈમાં 34, પુનામાં 6, અકોલામાં 2, કલ્યાણ અને ડોમ્બિવલીમાં 2 દર્દીઓનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1060 લોકોનાં મોત નીપજ્યાં છે. આજે 505 દર્દીઓને રજા આપવામાં આવી છે.
કોરોના સંકટ દરમિયાન લોકડાઉન 4 લાગૂ કરવા પર ચર્ચા કરવા મહારાષ્ટ્ર સરકારે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસીપી અધ્યક્ષ શરદ પવાર, જયંત પાટિલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે અને આદિત્ય ઠાકરે સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)