શોધખોળ કરો
Advertisement
ઓરિસ્સામાં સુરતથી પરત આવેલા 26 લોકો કોરોનાથી સંક્રમિત, રાજ્યમાં સંખ્યા વધીને 245 થઈ
ઓરિસ્સામાં હાલમાં જ સુરતથી પરત ફરેલા 26 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. જેનાથી રાજ્યમં સંક્રમણના કુલ કેસની સંખ્યા વઘીને 245 થઈ છે.
ભુવનેશ્વર: ઓરિસ્સામાં હાલમાં જ સુરતથી પરત ફરેલા 26 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. જેનાથી રાજ્યમં સંક્રમણના કુલ કેસની સંખ્યા વઘીને 245 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે નવા કેસમાં 19 ગંજમ,પાંચ કેંદ્રપાડ અને બે ભદ્રક જિલ્લામાંથી સામે આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે આ લોકો સુરતથી આવ્યા હતા અને ક્વોરન્ટાઈન કેંદ્રમાં રહી રહ્યા હતા. તેનામાં બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે નવા કેસ સામે આવ્યાની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. જિલ્લામાં સંક્રમણનો પ્રથમ કેસ બે મેના રોજ સામે આવ્યો હતોય
અધિકારીએ જણાવ્યું કે ભદ્રકમાં સંક્રમિત લોકોની સંખ્યા 23 છે જ્યારે કેંદ્રપાડામાં કુલ 8 કેસ સામે આવ્યા છે. લોકડાઉનના કારણે ગુજરાત શહેરના સુરત શહેરમાં ફસાયેલા ઓરિસ્સાના પ્રવાસી મજૂરો કેંદ્ર સરકારની મંજૂરી બાદ બસ અને ટ્રેનથી પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે. ઓરિસ્સાના આશરે ત્રણ લાખ મજૂરો સુરતમાં કપડા ઉદ્યોગ, હીરા કારખાના અને અન્ય કામ કરે છે. જેમાંથી મોટાભાગના ગંજમ જિલ્લાના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion