શોધખોળ કરો

Bihar News: બિહારના છપરા નજીક મોટી બોટ દુર્ઘટના, ઓવરલોડેડ બોટ પલટી જતાં 3નાં મોત 18થી વધુ લોકો લાપતા

બિહારના છપરા નજીક એક મોટી બોટ દુર્ઘટના સર્જાઇ છે, અંદાજિત 20થી વધુ લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી જતાં ચીચિયારી મચી ગઇ હતી. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળ્યાં છે જ્યારે 18 લાપતાની શોઘખોળ ચાલું છે

Bihar News: બિહારના માંઝીના મટિયાર પાસે સરયૂ નદીમાં બોટ પલટી જતાં 18થી વધુ લોકો લાપતા છે. જ્યારે ત્રણ લોકોને મૃતદેહ મળતા મળ્યા છે.

બિહારના છપરાના જિલ્લાના માંઝીમાં બોટ પલટી જતાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. 18 લોકો લાપતા હોવાની માહિતી મળી છે જ્યારે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.  બોટમાં 20થી લોકો સવાર હોવાનો અંદાજ છે. મટિયાર નજીક સરયુ નદીમાં બોટ પલટી જતાં ચિચીયારી મચી ગઇ હતી. 18 લોકો ગુમ હોવાના અહેવાલ છે.  ઘટનાની જાણ થતાં  ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બચાવ અને રાહત કાર્યને ઝડપથી કરવા માટે કવાયત હાથ ધરી છે.

તો બીજી તરફ અમરેલીમાં ગુમ બે સગા ભાઇઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમરેલીના રાજુલાના મોરંગી ગામનો 6 વર્ષનો કૃણાલ વિજય મકવાણા અને 10 વર્ષનો મિત વિજય મકવાણા ગુમ થયા હતા. જે બાદ બંન્નેની શોધખોળ કરવામાં આવી ત્યારે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં બંન્નેના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે મૃતદેહ પર સામાન્ય ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા .જેને લઈ બંન્નેના મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી

અમરેલીના મોરંગીમાં ગુમ બે સગા ભાઇઓના મૃતદેહો તળાવમાંથી મળી આવ્યા હતા. 6 વર્ષીય કૃણાલ મકવાણા, 10 વર્ષીય મિત મકવાણાના મૃતદેહો મળી આવ્યા હતા. બંન્ને બાળકોના શરીર પર સામાન્ય ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે બંન્નેના મૃતદેહોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

આ મહિનાની શરૂઆતમાં જ અમરેલીના ખાંભાના સમઢીયાળ  સરાણીયા પરિવારના ત્રણ સભ્યો નદીમાં ડૂબી ગયા હતા. નદી કાંઠે પુત્ર જતાં તેને બચાવવા માટે બહેન પિતા પાણીમાં પડ્યા હતા. પિતા, પુત્ર, પુત્રી ત્રણેય પાણીમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યા છે. ખાંભા પોલીસની મદદથી સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી મૃતકોને બહાર કાઢ્યા હતા. મૃતકનો પરિવાર નદી કાંઠે રહેતો હતો. પિતા, પુત્ર અને પુત્રીની ડેડબોડી પી.એમ માટે ખાંભા હોસ્પિટલ લઈ જવામાં આવી છે.

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે તળાવમાંથી નીકળતી નદીમાં ન્હાવા ગયેલા બાળકો ડૂબી ગયા હતા. બાળકો નદીમાં ડૂબતા હતા ત્યારે નજીકમાં કામ કરતી બાળકીની નજર પડતાં તેમણે પરિજનોને જાણ કરી હતી.જે બાદ પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બન્ને બાળકોને બહાર કાઢ્યા હતા. બાળકોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા. 7 વર્ષના મહાવીર અને 8 વર્ષીય ધવલના મોત અરેરાટી મચી ગઈ છે. તો બીજી તરફ બે બાળકોના મોતથી પરિજનોમાં ગમગમીનો માહોલ છે. હાલમાં બન્ને મુતદેહોને પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા.  ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડમા યુવકના આપઘાતની રહસ્યમય ઘટના સામે આવતા ચકચાર મચી છે. યુવકની ગળેફાસો ખાઈને આત્મહત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતા યુવકનું નામ નીતિન પરમાર હોવાનું સામે આવ્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
નવા વર્ષ પર ધમાકો! મફતમાં એકસ્ટ્રા ડેટા આપી રહી છે આ કંપની, લિમિટેડ ઓફરનો લાભ ઉઠાવો 
નવા વર્ષ પર ધમાકો! મફતમાં એકસ્ટ્રા ડેટા આપી રહી છે આ કંપની, લિમિટેડ ઓફરનો લાભ ઉઠાવો 
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Embed widget