Blast in Kargil: કારગિલમાં ભંગારની દુકાનમાં બ્લાસ્ટ, ત્રણના મોત,10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
લદ્દાખના કારગિલ જિલ્લામાં શુક્રવારે એક ભંગારની દુકાનમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા.
લદ્દાખના કારગિલ જિલ્લામાં શુક્રવારે એક ભંગારની દુકાનમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે કબડી નાલા સ્થિત એક દુકાનમાં એક શંકાસ્પદ વસ્તુમાં બ્લાસ્ટ થયો હતો.
Ladakh: Three died and eight got injured in a blast near a scrap site in Kabadi Nallah, Drass town in Kargil. The injured were admitted to SDH Drass: SSP Kargil Anayat Ali Chowdhary
— ANI (@ANI) August 18, 2023
આ ઘટનામાં એક બિન સ્થાનિક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દ્રાસમાં રહેતા લોકોનું કહેવું છે કે જે જગ્યાએ વિસ્ફોટ થયો છે તે ભંગારની દુકાન બજાર પાસે છે. તેને દૂર રાખવામાં આવે. બંગાર ભેગો કરનારા લોકો આર્મીની વચ્ચે જાય છે, તેઓ શું લાવે છે તે જાણતા નથી. લોકોનું કહેવું છે કે અગાઉ પણ એવું કહેવામાં આવતું હતું કે ભંગારની દુકાનને શહેરથી દૂર રાખો. આ દુકાન બજારની મધ્યમાં છે. અહીં સર્જરી માટે કોઈ ડૉક્ટર નથી. ઓછામાં ઓછા ઘાયલોને સારવાર મળી શકે. પરંતુ આ સુવિધા અહીં નથી.
પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વિસ્તૃત તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલા 3માંથી 1 જમ્મુનો અને 2 દ્રાસના હતો. જ્યારે અન્ય ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કારગિલ જિલ્લા કમિશનર શ્રીકાંત બાલાસાહેબ સુસેએ દ્રાસ ઉપ જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી છે. તેમણે સ્થાનિક સત્તાવાળાઓને વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને તમામ મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સીએમઓને પણ જરૂરી નિર્દેશ અપાયા છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દ્રાસમાં રહેતા એક વ્યક્તિએ કહ્યું કે, જે જગ્યાએ વિસ્ફોટ થયો તે ભંગારની દુકાન બજાર પાસે છે, જેના દુર રાખવી જોઈએ. ભંગાર ભેગો કરનારાઓ આર્મી વચ્ચે જતા હોય છે, ખબર નથી, તેઓ શું શું લઈને આવતા હશે.
https://t.me/abpasmitaofficial