શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 30 થઇ, જાણો ક્યાં કેટલા દર્દીઓ મળ્યા?
એક નવો કેસ ગાઝિયાબાદનો સામે આવ્યો છે, અહીં ઇરાનમાથી ભારત આવેલા એક વેપારીને કોરોના પૉઝિટીવ મળ્યો છે
નવી દિલ્હીઃ ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ હવે પાડોશી દેશ ભારતમાં પણ આવી પહોંચ્યો છે. ભારતમાં કોરોનાની અસર હવે ધીમે ધીમે વધી રહી છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને હવે 30 થઇ ગઇ છે. પૉઝિટીવ દર્દીઓમાં 14 ભારતીય છે જ્યારે 16 વિદેશી નાગરિકોનો સમાવેશ થયો છે.
એક નવો કેસ ગાઝિયાબાદનો સામે આવ્યો છે, અહીં ઇરાનમાથી ભારત આવેલા એક વેપારીને કોરોના પૉઝિટીવ મળ્યો છે. સતત વધી રહેલા વાયરસના પ્રકોપને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાત્કિલક પગલા લેવાનુ શરૂ કરી દીધુ છે. એરપોર્ટ પર 6550 ફ્લાઇટોમાંથી કુલ 6,49,452 યાત્રીઓની તપાસ કરવામાં આવી છે.
ભારતમાં ક્યાં કેટલા દર્દીઓ?
દિલ્હીમાં 17, આગરામાં 6, ગાઝિયાબાદમાં 1, ગુરુગ્રામમાં 1, જયપુરમાં 1, તેલંગાણામાં 1 અને કેરાલામાં 3 કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જોકે, કેરાલાના ત્રણેય દર્દીઓ ઠીક થઇ ગયા છે.
શું છે કોરોના વાયરસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.
કોરોનાથી બચવા આ બાબતો રાખો ધ્યાનમાં
1.કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ. ખાંસી દરમિયાન ટિશ્યૂ મોં પર રાખવું ને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેકી દેવું.
2.હાથ ધોવા માટે સેનિટાઇઝર કે ઉચ્ચ ગુણવત્તાવાળા સાબુનો ઉપયોગ કરો. 20 સેંકડ સુધી હાથ પર સાબુ કે સેનિટાઇઝર લગાડી રાખવું જોઈએ. જે બાદ સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા જોઈએ કે ડ્રાયરથી હાથ સુકવવા જોઈએ.
3. ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો.
4. ઈન્કેક્ટેડ કે અજાણી વ્યક્તિના વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા બાદ સાબુથી સારી રીતે ધોઈ નાંખો.
5. બજારમાંથી ખરીદેલા કોઈપણ ખાદ્ય પદાર્થને કાચા ન ખાવ. માંસ કે લીલી શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ.
6. જો તમે શરદી, ખાંસી, તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો. આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો.
7. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રીતે પાલન કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement