શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસના 30 નવા કેસ, પોલીસ અને સેનાના 15 જવાન થયા સંક્રમિત
ગુરૂવારે જમ્મુમાં કોરોના વાયરસથી સંક્રમિત 30 નવા કેસ સામે આવ્યા છે. આ 30 નવા કેસમાં 15 સુરક્ષાદળ સાથે જોડાયેલા જવાન છે.
જમ્મુ: ગુરૂવારે જમ્મુમાં કોરોના વાયરસથી સંક્રમિત 30 નવા કેસ સામે આવ્યા છે. આ 30 નવા કેસમાં 15 સુરક્ષાદળ સાથે જોડાયેલા જવાન છે. ગુરૂવારે પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલા આંકડામાં જમ્મુમાં કોરોના વાયરસના અલગ-અલગ જિલ્લામાં કોરોનાના 30 નવા કેસ સામે આવ્યા છે.
આ 30 નવા કેસમાં 10 જમ્મુ જિલ્લામાંથી મળ્યા છે જ્યારે 10 પૂંછ જિલ્લામાંથી સામે આવ્યા છે, પરંતુ તેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે 30 નવા કેસમાં 15 સેના, વાયુ સેના, બીએસએફ,સીઆરએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન છે.
પોલીસ અને સેનાના જવાન પણ આવ્યા ચપેટમાં
કોરોના વાયરસ જ્યારથી આવ્યો ત્યારથી જમ્મુમાં આ પ્રથમ વખત છે કે આટલી મોટી સંખ્યામાં સુરક્ષાદળોના જવાન કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. જે નવા કેસની ગુરૂવારે પુષ્ટી થઈ તેમાં ભારતીય વાયુ સેના,બીએસએફ,સીઆરપીએફના એક-એક જવાન જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાન અને અન્ય ભારતીય સેનાના જવાન સામેલ છે.
દેશના અલગ-અલગ વિસ્તારમાં હતા તૈનાત
જે સુરક્ષાદળોના જવાનો ગુરૂવારે કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા તેઓ જમ્મુના રહેવાસી છે અને કાશ્મીર સહિત દેશના અન્ય રાજ્યોમાં તૈનાત છે. સુરક્ષાદળોના આ તમામ જવાન ટ્રેન, હવાઈ જહાજ અથવા બસના રસ્તે જમ્મુ પહોંચ્યા હતા. જમ્મુના અતિસંવેદનશીલ કોટ ભલવાલ જેલમાં તૈનાત એક કોન્સ્ટેબલ પણ કોરોના સંક્રમિત મળી આવ્યો છે.
આ કોન્સ્ટેબલ શ્રીનગરનો રહેવાસી છે અને રજામાં જમ્મુ આવ્યો હતો. જ્યારે જમ્મુના નગરોટા વિસ્તારમાં રહેતા જમ્મુ કાશ્મીર પોલીસનો એક અન્ય કોન્સ્ટેબલ, જે કાશ્મીરના અનંતનાગમાં તૈનાત કોન્સ્ટેબલ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. જે 15 સુરક્ષાકર્મીઓ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે તેઓ ઉધમપુર, સામ્બા,પુંછ અને જમ્મુ જિલ્લાના રહેવાસી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion