શોધખોળ કરો
Advertisement
વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્રમાં 56.65 ટકા મતદાન, મુંબઈમાં ફિલ્મી સિતારાઓએ મતદાન માટે લગાવી લાઈન
મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો પર આજે વોટિંગ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં 56.65 ટકા મતદાન થયું છે. મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, ભાજપના ગુરદાસપુરના સાંસદ અને અભિનેતા સની દેઓલ, કિંગખાન શાહરૂખ તથા તેની પત્ની ગૌરી સહિત સ્ટાર્સે વોટિંગ કર્યા બાદ લોકોને જંગી મતદાનની અપીલ કરી હતી.
દેવેંદ્ર ફડણવીસે પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. મહારાષ્ટ્રના પિંપર ચિંચવાડમાં શિવસેના અને એનસીપીની સમર્થકો બાખડ્યા હતા.#MaharashtraAssemblyPolls : 54.53% voter turnout recorded till 5 pm for the assembly elections in the state. pic.twitter.com/4yUSCqSqJZ
— ANI (@ANI) October 21, 2019
#MaharashtraAssemblyElections2019: Chief Minister Devendra Fadnavis, wife Amruta & mother Sarita after casting their vote, at a polling booth in Nagpur. pic.twitter.com/iDb5YgE8bt
— ANI (@ANI) October 21, 2019
ઉદ્ધવ ઠાકરે પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે લોકોને મત આપવા અપીલ કરી હતી. ઉજવળ મહારાષ્ટ્ર માટે મત જરૂર આપો એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. આ સાથે આદિત્ય ઠાકરેએ કહ્યું કે જનતા મારી જીત માટે પ્રાર્થના કરે.Mumbai: Shiv Sena Chief Uddhav Thackeray, wife Rashmi and sons Aditya and Tejas, after casting their vote in Bandra(East). Aditya Thackeray is a candidate from Worli constituency. #MaharashtraAssemblyPolls pic.twitter.com/nleuDjis35
— ANI (@ANI) October 21, 2019
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સત્તામાં છે. મહારાષ્ટ્રમાં ભાજપના 150 અને શિવસેનાના 126 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં એક લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણી છે. મહારાષ્ટ્રની 228 વિધાનસભા સીટ પર 3237 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાં 245 મહિલા ઉમેદવારો છે.Mumbai: Actors Anil Kapoor and Hrithik Roshan, leave after casting their vote at a polling booth in Andheri (West). #MaharashtraAssemblyPolls pic.twitter.com/M0FRWQqxCv
— ANI (@ANI) October 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
દુનિયા
દેશ
Advertisement