Modi Cabinet Reshuffle: મોદી કેબિનેટમાં મહિલાઓને પ્રાધાન્ય,આ મહિલા સાંસદોએ મંત્રીપદના લીધા શપથ
Modi Cabinet Reshuffle: કેન્દ્રિય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. નવા કેબિનેટમાં અનેક મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રિય કેબિનેટ મંત્રીમંડળમાં 43 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે.
Modi Cabinet Reshuffle: કેન્દ્રિય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. નવા કેન્દ્રિય કેબિનેટમાં અનેક મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રિય કેબિનેટ મંત્રીમંડળમાં 43 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ વખતે મહિલાઓની ભાગીદારી પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
મોદી મંત્રીમંડળનો વિસ્તાર થયું છે. જે મહિલાઓને કેન્દ્રિય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાં દિલ્હીથી ભાજપના સાંસદ મીનાક્ષી લેખી પણ સામેલ છે. તે સિવાય કર્ણાટકના ઉડુપી ચિકમગલૂરથી સાંસદ શોભા કરંદલાજે, ગુજરાતના સુરતથી ભાજપના સાંસદ દર્શના જરદોશ, ઝારખંડથી ભાજપના સાંસદ અન્નપૂર્ણા દેવી, ત્રિપુરા વેસ્ટથી ભાજપના સાંસદ પ્રતિમા ભૌમિક, મહારાષ્ટ્રથી સાંસદ ભારતી પવાર અને સહયોગી દળોમાં અપના દળ (એસ)ના અનુપ્રિયા પટેલ સામેલ છે.
ઝારખંડના કોડરમાથી ભાજપના સાંસદ અન્નાપૂર્ણા દેવીએ શપથ લીધા હતા. તેઓ 2019માં પ્રથમવાર સાંસદ બન્યા હતા. બાદમાં એ નારાયણસ્વામીએ મંત્રીપદના શપથ લીધા હતા. યુપીના મોહનલાલ ગંજથી ભાજપ સાંસદ કૌશલ કિશોરે પણ શપથ લીધા હતા. તેઓ અમિત શાહના નજીકના મનાય છે.
પ્રતિમા ભૌમિક ત્રિપુરાથી પ્રથમવાર ભાજપના સાંસદ બન્યા છે. તેમણે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે સિવાય પશ્વિમ બંગાળથી ભાજપના સાંસદ સુભાષ સરકારે પણ મંત્રીપદના શપથ લીધા હતા. મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ 64 વર્ષના ભાગવત કિશનરાવ કરદે પણ શપથ લીધા હતા.
40 વર્ષના અપના દળની નેતા અનુપ્રિયા પટેલે શપથ લીધા હતા. અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરના સાંસદ છે. તેઓને ફરીવાર મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી એનડીએના સહયોગી દળોના ત્રણ નેતાઓએ શપથ લઇ ચૂક્યા છે.
હિમાચલના હમીરપુરથી સાંસદ અનુરાગ ઠાકુરે શપથ લીધા હતા. હાલમાં તે રાજ્યકક્ષાના નાણામંત્રી હતા. તે સિવાય 56 વર્ષના પંકજ ચૌધરીએ પણ શપથ લીધા હતા. પંકજે ગોરખપુર યુનિવર્સિટીમાંથી ગેજ્યુએશન કર્યું છે. ભૂપેન્દ્ર યાદવ, પરષોત્તમ રૂપાલા અને જી કિશન રેડ્ડીએ મંત્રી પદના શપથ લીધા હતા.