(Source: ECI/ABP News/ABP Majha)
દાદરાનગર હવેલીની પેટાચૂંટણીમાં 75.91 ટકા મતદાન, 2 નવેમ્બરે મતગણતરી
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli)માં લોકસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન હતું. દાદરા નગર હવેલી(Dadra Nagar Haveli)માં રેકોર્ડબ્રેક મતદાન થયું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli)માં લોકસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન હતું. દાદરા નગર હવેલી(Dadra Nagar Haveli)માં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. દાદરા નગર હવેલી લોકસભા(Loksabha)ની પેટાચૂંટણી(by election)માં 75.91 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.વધારે મતદાન થવાથી રાજકીય પક્ષોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટાચૂંટણી(by election)માં કુલ 333 બૂથ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે જંગ જામ્યો છે. દાદરા નગર હવેલીમાં ભારે મતદાનના કારણે તમામ પક્ષો દ્વારા જીતની આશા વ્યક્ત કરવામાં આવી છે.
પૂર્વ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ બાદ દાદરા નગર હવેલી લોકસભા બેઠક ખાલી પડી છે. મોહન ડેલકર લાંબા સમયથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા હતા. આ બેઠક પરની પેટાચૂટણીમાં 333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારોમાંથી સરેરાશ 75 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ છે. વિશેષ તો ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ડેલકરના પત્ની કલાવતી શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે.
મોહન ડેલકરનાં નિધનથી ખાલી પડેલી દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટે ભાજપે મહેશ ગાવીતને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા. ડેલકરના વર્ચસ્વવાળી આ બેઠક કબજે કરવા ભાજપે પ્રચાર માટે કેન્દ્ર અને પ્રદેશ નેતાઓની ટીમ મેદાનમાં ઉતારી હતી. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવિસ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે સભા કરી હતી. કેન્દ્ર સરકારમાં મંત્રી પુરષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, ઉપરાંત મનોજ તિવારીએ પણ સભા સંબોધી હતી. ભાજપ માટે પણ આ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ છે. ખાસ તો ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર મોહન ડેલકરનાં પત્ની શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં હતા.