7th pay commission : 1 જુલાઈથી કેન્દ્રિય કર્મચારીઓ વધશે પગાર, જાણો કેવી રીતે અને કેટલો વધારો થશે
નાણા મંત્રાલય અનુસાર, ઉપરોક્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની બાકીના હપ્તા 1 જુલાઈત 2021થી સંશોધિક દરમાં સામેલ કરવામાં આવશે.
![7th pay commission : 1 જુલાઈથી કેન્દ્રિય કર્મચારીઓ વધશે પગાર, જાણો કેવી રીતે અને કેટલો વધારો થશે 7th pay commission: From July 1, the salaries of central employees will increase, find out how and how much 7th pay commission : 1 જુલાઈથી કેન્દ્રિય કર્મચારીઓ વધશે પગાર, જાણો કેવી રીતે અને કેટલો વધારો થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/31/b12c98b6d6ec66f06be95d83c0337ec6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સાતમાં પગાર પંચના આધારે પગાર અને પેંશન મેળવનારા કેન્દ્ર સરકારના કર્મચારો અને પેંશનધારકોની આતુરતાનો હવે અંત આવી ગયો છે. એક જુલાઈથી વધરા સાથેનું મોંઘવારી ભથ્થાનો લાભ મળવા પાત્ર હશે. કેન્દ્રિય કર્મચારીઓને હાલમાં 17 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. વિતેલા વર્ષે કેન્દ્રિય કેબિનેટે સરકારી કર્મચારીઓના ડીએમાં વધારાની જાહેરાત કરી હતી પરંતુ કોરોનાને કારણે તેને અટકાવી દીધી હતી. હાલની કોરોનાની સ્થિતિને જોતા નાણાં મંત્રાલયે જૂન 2021 સુધી 50 લાખથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારી અને 61 લાખથી વધારે પેંશનધારકોના મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવવાનો નિર્ણય કર્યો હતો. આ 1 જાન્યુઆરી, 2021થી લાગુ થયું હતું. કોરોનાને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેંશનધારકોને એક જાન્યુઆરી, 2020, એક જુલાઈ 2020 અને બાદમાં એક જાન્યુઆરી 2021માં આપવામાં આવેલ મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા અટકાવી દીધા હતા. ત્રણેય હપ્તા મળીને કુલ ડીએ વધીને 28 ટકા થઈ જશે જેમાં 1 જાન્યુઆરી 2020માં 3 ટકા, 1 જુલાઈ 2020થી 4 ટકા, 1 જાન્યુઆરી 2021થી 4 ટકા સામેલ છે.
કેવી રીતે થાય છે સીટીસીની ગણતરી
નાણા મંત્રાલય અનુસાર, ઉપરોક્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની બાકીના હપ્તા 1 જુલાઈત 2021થી સંશોધિક દરમાં સામેલ કરવામાં આવશે. કર્મચારીઓને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. આ વર્ષમાં બે વખત જાન્યુઆરીથી જૂન સુધી બાદમાં જુલાઈથી ડિસેમ્બર સુધીનો હોય છે. ડીએ નક્કી કરવા માટે સરકાર 6 મહિનામાં સરેરાશ મોંઘવારીનો અંદાજ લગાવે છે. AICPI અનુસાર જુલાઈ-ડિસેમ્બર 2020 માટે સરેરાશ મોંઘવારી દર 3.5 ટકા છે. પરિણામે એવી આશા છે કે જાન્યુઆરીથૂ જૂન 2021ની વચ્ચેના ગાળા માટે ઓછામાં ઓછું મોંઘવારી ભથ્થું 4 ટકા હશે. જ્યારે ડીએ જાહેર કરવામાં આવે છે તો તેની સાથે ટીએ તેની સાથે તાલમેલ બેસાડે છે. માટે ડીએમાં વધારો એ ટીએમાં વધારા સાથે કોરિલેટ થાય છે. તેવી જ રીતે એચઆર અને મેડિકલ કમ્પનસેશન નક્કી કરવામાં આવે છે. તમામ ભથ્થા નક્કી થયા બાદ કોઈપણ કેન્દ્રિય કર્મચારીના કુલ માસિક પગારની ગણતરી કરવામાં આવે છે.
નાણાં મંત્રાલય કહ્યું હતું કે, કોરોનાને કારણે ઉભી થયેલ સ્થિતને જોતા એ નિર્ણય કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે કર્મચારીઓને આપવામાં આવેલ મોંઘવારી ભથ્થાના વધારાના હપ્તા અને કેન્દ્ર સરકારના પેંશનધારકોને મોંઘવારી રાહત આપશે. 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ, 2020 અને 1 જાન્યુઆરી, 2021ના એરિયરન્સની હાલમાં ચૂકવણી કરવામાં નહીં આવે. જ્યારે ડીએ અને ડીઆર હાલના દર પર ચૂકવણી થથી રહેશે. એરિયર્સ ઉપરાંત પગારમાં પણ વધારો થઈ શકે છે. કારણ કે મોંઘવારી ભથ્થું 11 ટકા જેટલું વધ્યું છે અને હવે કુલ 28 ટકા થઈ ગયું છે.
આ રીતે વધશે પગાર
સૂત્રો અનુસાર, પગાર મેટ્રિક્સ અનુસાર કેન્દ્રિય કર્મચારીઓને હાલમાં ઓછામાં ઓછો પગાર 18000 રૂપિયા મળે છે. હાલના પગાર મેટ્રિક્સમાં 15 ટકા મોંઘવારી ભથ્થું લાગુ કરવાની આશા છે. હાલના મેટ્રિક્સ અનુસાર પગારમાં 2700 રૂપિયા પ્રતિ મહિના મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે. કેન્દ્રિય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર હવે 2.57 છે. મોંગવારી ભથ્થું, યાત્રા ભથ્થું, અને એચઆરએ, જેવા લાભો ઉપરાંત કેન્દ્રિય કર્મચારીઓને મુળ પગાર ફિટમેંન્ટ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે. પગાર નક્કી થયા બાદ ડીએ, ટીએ, એચઆરએ અને મેડિકલ લાભો નક્કી કરવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)