Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઊંચે જતાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જો કે શિયાળાએ હજું વિદાય નથી લીધી. વધુ એક ઠંડીના રાઉન્ડનો અનુમાન છે.

Weather Update: રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે. .ઉત્તર ભારતના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થયું છે. ગુરુવારથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. આ વખતે ઉનાળો 20 દિવસ મોડો શરૂ થશે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં છેલ્લા 2 દિવસથી તાપમાનો પારો ઊંચે ગયો છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ગુજરાતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.
હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આ સપ્તાહ હવામાન શુષ્ક રહેશે. 2 દિવસ બાદ ફરી ગુજરાતમાં તપામાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. જો કે બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે ઠંડી વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ ફરી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. રાજ્ય પર હાલ બે સિસ્ટમ સક્રિય થઇ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 2 દિવસ બાદ ભારતમાં થશે. જો કે ગુજરાતમાં હાલ કોઇ માવઠાની શક્યતા નથી. આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે જો કે 2 દિવસ બાદ ઉત્તર ભારતથી પવન આવતા કચ્છમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે ઠંડી વધશે.
રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન ધીમે ધીમે બદલાતી જોવા મળી રહી છે. ચળકતા તડકાએ જાન્યુઆરી માસની ઠંડીમાં લોકોને રાહત આપી છે. છેલ્લા બે દિવસથી દિલ્હી-એનસીઆરમાં સૂર્ય દર્શનથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. આમ છતાં સૂર્યપ્રકાશને કારણે લોકોને ઠંડીથી રાહત મળી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (22 જાન્યુઆરી) ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આજે વરસાદ પડી શકે છે. વિભાગે એમ પણ કહ્યું છે કે વરસાદ છતાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે.
રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં, 22 જાન્યુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જયપુર, ભરતપુર અને બિકાનેર જેવા વિસ્તારોમાં હળવો વરસાદ અને ધુમ્મસની સંભાવના છે. છેલ્લા બે દિવસના સૂર્યપ્રકાશ બાદ આજે પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રાફિકને અસર થઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
