Affordable CNG Cars: માર્કેટમાં આ સસ્તી CNG કારની ખૂબ છે ડિમાન્ડ, કિંમત ફક્ત છ લાખથી શરૂ
ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારાને કારણે લોકો CNG વાહનો ખરીદવાનું પસંદ કરે છે

Most Affordable CNG Cars in India: ભારતીય બજારમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારાને કારણે લોકો CNG વાહનો ખરીદવાનું પસંદ કરે છે. બજારમાં ઘણી બધી CNG કાર છે જે વધુ માઇલેજ આપે છે. આ સાથે આ કાર પણ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે.
Maruti Suzuki Alto K10 CNG
પહેલી કારનું નામ Maruti Suzuki Alto K10 CNG છે. અલ્ટો K10 હાલમાં ભારતમાં સૌથી સસ્તી CNG કાર છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 5 લાખ 96 હજાર રૂપિયા છે. આ કાર ભારે ટ્રાફિકને પણ સરળતાથી પાર કરે છે. નાના પરિવાર માટે યોગ્ય આ કારમાં 4 લોકો આરામથી બેસી શકે છે.
મારુતિ સુઝુકી અલ્ટોમાં એસી, ફ્રન્ટ પાવર વિન્ડો, પાર્કિંગ સેન્સર, સેન્ટ્રલ કન્સોલ આર્મરેસ્ટ, ગિયર શિફ્ટ ઇન્ડિકેટર, એડજસ્ટેબલ હેડલેમ્પ, હેલોજન હેડલેમ્પ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકિંગ, ચાઇલ્ડ સેફ્ટી લોક, ડ્યુઅલ એરબેગ્સ જેવી ઘણા શાનદાર ફીચર્સ છે.
Maruti Suzuki Celerio CNG
તમારા માટે બીજો શ્રેષ્ઠ વિકલ્પ Maruti Suzuki Celerio CNG છે. મારુતિ સુઝુકી સેલેરિયો સીએનજી કારમાં સૌથી વધુ માઇલેજ આપનારી કાર છે. જે 34.43 કિમી/કિલોગ્રામ માઇલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6.69 લાખ રૂપિયા છે.
તેનો રનિંગ ખર્ચ મોટરસાઇકલ કરતા પણ ઓછો છે, જે તેને ઇંધણ ખર્ચ ઘટાડવા માંગતા લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. આ કારમાં 5 લોકો સરળતાથી બેસી શકે છે. સેફ્ટી માટે આ કારમાં તમને એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD અને એરબેગ્સની સુવિધા મળે છે.
ટાટા ટિયાગો આઈસીએનજી
આ ઉપરાંત તમારા માટે ત્રીજો શ્રેષ્ઠ વિકલ્પ ટાટા ટિયાગો iCNG છે, જે 27 કિમી/કિલોગ્રામ માઇલેજ આપે છે. આ કારમાં તમને 5 લોકો માટે બેઠક વ્યવસ્થા મળે છે. કારના એન્જિન વિશે વાત કરીએ તો કારમાં 1.2 લિટર એન્જિન છે જે CNG મોડ પર 73hp પાવર અને 95nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
500 કિમી રેન્જ, 360 ડિગ્રી કેમેરા, Toyota Urban Cruiser EVમાં મળે છે આ શાનદાર ફીચર્સ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
