શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત

Jammu Kashmir: કૌસરના પાંચ ભાઈ-બહેન અને દાદા-દાદી ગયા અઠવાડિયે મૃત્યુ પામ્યા હતા. ૭ થી ૧૨ ડિસેમ્બરની વચ્ચે ગામના બે પરિવારોના નવ અન્ય સભ્યોના મૃત્યુ થયા

Jammu Kashmir: દેશમાં વધુ એક રહસ્યમયી બીમારી ફેલાવવાના રિપોર્ટ સામે આવ્યા છે. હાલમાં ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં એક રહસ્યમયી બીમારીની એન્ટ્રી થઇ છે. જમ્મુના રાજૌરીમાં આ રહસ્યમય બીમારીની ઝપેટમાં આવવાથી 17 લોકોના મોત થયાં હડકંપ મચી ગયો છે, આ મરનારાઓમાં એક જ પરિવારના 8 લોકો પણ સામેલ છે. 

અચાનક થઇ રહેલા મોતના કારણે સરકારી તંત્ર એક્શનમાં આવ્યુ છે. રવિવારે એક ઉચ્ચ સ્તરીય આંતર-મંત્રી ટીમ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે દૂરના બાધલ ગામમાં ત્રણ સંબંધિત પરિવારોના મૃત્યુ પાછળના કારણોની તપાસ માટે આંતર-મંત્રી ટીમની રચના કરવાનો આદેશ આપ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુની SMGS હૉસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા મોહમ્મદ અસલમના 6 બાળકોમાંથી છેલ્લી યાસ્મીન કૌસરનું આજે સાંજે અવસાન થયું હતું. કૌસરના પાંચ ભાઈ-બહેન અને દાદા-દાદી ગયા અઠવાડિયે મૃત્યુ પામ્યા હતા. ૭ થી ૧૨ ડિસેમ્બરની વચ્ચે ગામના બે પરિવારોના નવ અન્ય સભ્યોના મૃત્યુ થયા.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું, 'જમ્મુ અને કાશ્મીર આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગોએ મૃત્યુની તપાસ કરી, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.' ગૃહમંત્રીએ આંતર-મંત્રાલય નિષ્ણાતોની એક ટીમ બનાવી છે અને તેઓ અહીં પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે પોલીસે ઘટનાઓની અન્ય દ્રષ્ટિકોણથી તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી છે. સિંહાએ કહ્યું, 'વાસ્તવિક કારણ જાહેર થયા પછી અમે તમને જાણ કરીશું.'

અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૬ સભ્યોની ટીમ આજે સાંજે રાજૌરી જિલ્લા મુખ્યાલય પહોંચી હતી અને સોમવારે શહેરથી ૫૫ કિમી દૂર આવેલા પહાડી ગામની મુલાકાત લે તેવી શક્યતા છે. કેન્દ્રીય ટીમ સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને કામ કરશે જેથી પીડિતોને તાત્કાલિક રાહત મળી શકે. મૃત્યુના કારણોને સમજવા માટે દેશની કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતો સામેલ થયા છે.

દર્દીઓમાં દેખાયા આવા લક્ષણો - 
હૉસ્પિટલમાં દાખલ થયાના થોડા દિવસોમાં જ દર્દીઓએ તાવ, દુઃખાવો, ઉબકા અને બેભાન થવાની ફરિયાદ કરી હતી અને મૃત્યુ પામ્યા હતા. અગાઉ, જમ્મુ અને કાશ્મીર સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ અને નમૂનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ઘટનાઓ બેક્ટેરિયલ અથવા વાયરલ મૂળના કોઈપણ ચેપી રોગને કારણે નથી.

આ પણ વાંચો

Fact Check: કેજરીવાલ અને AAP સરકાર પર નિશાના તાકતી પંજાબ પોલીસના નામે વાયરલ વીડિયો પાકિસ્તાનનો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
Embed widget