શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Viral Video: 80 વર્ષના વૃદ્ધે રડતા રડતા કહ્યું હવે ઢાબા પર નથી આવતું કોઈ, મદદ માટે ઉમટી પડી ભીડ
વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ રડતા નજર આવી રહ્યાં છે. 80 વર્ષીય વૃદ્ધ પોતાની પત્ની સાથે દિલ્લીની માલવીય નગરમાં એક ઢાબુ ચલાવે છે. આ ઢાબાનું નામ છે બાબા કા ઢાબા.
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દરરોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો જોઈને તમે ખુશીથી ઝૂમી ઉઠો છો તો કેટલાક વીડિયો જોઈને આંખોમાં પાણી આવી જાય છે. દિલ્હીના એક 80 વર્ષીય વૃદ્ધનો વીડિયો ખૂબ વાયરલ થયો છે, જેને જોતા આંખો ભરાઈ આવે. આ વૃદ્ધનો વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં લોકો તેની મદદ માટે આગળ આવ્યા છે. ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પણ આ વૃદ્ધની મદદ કરવા માંગે છે.
વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ રડતા નજર આવી રહ્યાં છે. 80 વર્ષીય વૃદ્ધ પોતાની પત્ની સાથે દિલ્લીની માલવીય નગરમાં એક ઢાબુ ચલાવે છે. આ ઢાબાનું નામ છે બાબા કા ઢાબા. કોરોના મહામારી વચ્ચે આ ઢાબા પર કોઈ ખાવા નથી આવતું. યૂટ્યૂબર ગૌરવ વાસને ઢાબા પર વૃદ્ધનો વીડિયો રેકોર્ડ કર્યો છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર પણ #babakadhaba ટ્રેન્ડ થઈ રહ્યું છે.
આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકો તો બાબાના ઢાબા પર ખાવા પણ પહોંચી ગયા છે. આ વીડિયોને અત્યાર સુધી 22 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે. અશ્વિન-સોનમ કપૂર મદદ માટે આવ્યા આગળ દિલ્હી કેપિટલ્સે ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે, “મુશ્કેલ સમય ચાલી રહ્યો છે, પરંતુ દિલ્હીનું દિલ તો આજે પણ મિસાલ છે ? દિલ્લીવાલો, આ સમયે આપણા લોકલ બિઝનેસને આપણી મદદની જરૂર છે. આલો આસુંઓને આવતીકાલથી ખુશીના આંસુઓમાં બદલીએ. માલવીય નગરમાં બાબા કા ઢાબા પર જોઈએ.” આ સિવાય દિલ્લી કેપિટલ્સના સ્ટાર સ્પિનરે પણ ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે, હું પણ મદદ કરવા માંગું છું. આપ જણાવો કે હું કેવી રીતે મદદ કરું. તેના બાદ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે પણ ટ્વિટ કરી અને કહ્યું કે મને તેની માહિતી આપો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
સમાચાર
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion