80 વર્ષના ડોસાએ હદ કરી, 10 હજારમાં યુવકની પત્ની સાથે શરીર સંબંધની કરી માંગ ને......
80 વર્ષના ડોસાએ કથિત રીતે યુવકની પત્ની સાથે 10 હજાર રૂપિયા આપીને શરીર સંબંધ બનાવવાની માંગ કરી હતી. જેનાથી નારાજ યુવકે ગુસ્સામાં ડોસાને ધક્કો મારીને હત્યા કરી હતી.
મુંબઈઃ નવી મુંબઈમાં 80 વર્ષીય એક વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો છે. હત્યાનો આરોપ 33 વર્ષીય યુવક પર લગાવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, 80 વર્ષના ડોસાએ કથિત રીતે યુવકની પત્ની સાથે 10 હજાર રૂપિયા આપીને શરીર સંબંધ બનાવવાની માંગ કરી હતી. જેનાથી નારાજ યુવકે ગુસ્સામાં ડોસાને ધક્કો મારીને હત્યા કરી હતી. સીસીટીવી કેમેરાના કારણે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
ડોસો આરોપીની દુકાન પર અવાર નવાર આવતો હતો
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે વરિષ્ઠ પોલીસ અધિકારી રવિન્દ્ર પાટિલે જણાવ્યું કે મૃતકની ઓળખ શમાકાંત તકરામ નાઈક તરીકે થઈ છે. મૃતકની ઉલવેમાં દુકાન, ફ્લેટ, પ્લોટ સહિત કરોડોની કિંમતની સંપત્તિ છે. નાઈક અનેક વખત 33 વર્ષીય આરોપીની દુકાન પર આવતો જતો હતો. એક વખત તેણે યુવકને 5 હજાર રૂપાય ઉછઠીના આપ્યા હતા અને બદલામાં તેની પત્ની સાથે સૂવાની માંગ કરી હતી.
10 રૂપિયા આપીને યુવકની પત્નીને ગોડાઉનમાં મોકલવા કહ્યું
પોલીસે કહ્યું કે, આ પ્રકારે 29 ઓગસ્ટે પણ નાઈકે યુવકને 10 હજાર રૂપિયાની ઓફર કરી અને તેની પત્નીનો ગોડાઉનમાં મોકલવા કહ્યું હતું. આ માંગથી નારાજ આરોપીએ નાઈકને ધક્કો માર્યો. જેના કારણે તે પડી જતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ આરોપીએ તાત્કાલિક દુકાનનું શટર પાડ્યું અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો. જે બાદ શબને બાથરૂમમાં છુપાવી દીધું.
ત્રણ દિવસ સુધી ટોયલેટમાં છુપાવી ડેડ બોડી
નાઈકની બોડી ટોયલેટમાં 31 ઓગસ્ટ સુધી રહી. સવારે 5 વાગ્યે આરોપીએ નાઈકની બોડી ચાદરમાં લપેટી અને તળાવમાં ફેંકવા માટે બાઇક લઇને નીકળ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આરોપીએ મૃતકના કપડાં અને મોબાઈલને કચરાના ડબ્બામાં નાંખી દીધા હોવાની કબૂલાત કરી હતી. આ સામાન હજુ સુધી મળ્યો નથી,.
આરોપી મૃતકના પુત્ર સાથે ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પણ ગયો
આ ઉપરાંત આરોપી 29 ઓગસ્ટે 80 વર્ષીય નાઇકના પુત્ર સાથે ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ગયો હતો. નાઈકના પરિવારે પોલીસને જણાવ્યું કે, 29 ઓગસ્ટે તેઓ ઘરેથી નીકળ્યા હતા અને પરત ફર્યા નહોતા અને તેમનો મોબાઈલ પણ બંધ હતો. પોલીસને શરૂઆતમાં પ્રોપર્ટીને લઈ કોઈએ તેમની હત્યા કરી હોવાની શંકા હતી. પરંતુ સીસીટીવી ફૂટેજ પોલીસને દુકાનદાર યુવક સુધી લઈ ગઈ હતી.