માલદીવમાં મોટી દુર્ઘટના, ઇમારતમાં આગ લાગતા નવ ભારતીયો સહિત 10 લોકોના મોત
માલદીવની રાજધાની માલેમાં એક ઈમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે
માલદીવની રાજધાની માલેમાં એક ઈમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ બિલ્ડિંગમાં વિદેશી કામદારો રહેતા હતા. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરેજ હતી. આ ઘટનામાં નવ ભારતીયો સહિત એક બાંગ્લાદેશી નાગરિકનું મોત થયું હતું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.અધિકારીઓનું કહેવું છે કે ઈમારતમાં આગ લાગ્યા બાદ ઉપરના માળેથી 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરેજમાં લાગી હતી.
High Commission of India in Maldives expresses grief over tragic fire incident in Male, Maldives that caused loss of lives including reportedly of Indian nationals. pic.twitter.com/onvTGT7AQ3
— ANI (@ANI) November 10, 2022
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે 10 મૃતદેહો બહાર કાઢ્યા છે. આગ પર કાબૂ મેળવવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મૃતકોમાં નવ ભારતીય અને એક બાંગ્લાદેશીનો સમાવેશ થાય છે. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરેજમાં લાગી હતી.
We are deeply saddened by the tragic fire incident in Malé which has caused loss of lives, including reportedly of Indian nationals.
— India in Maldives (@HCIMaldives) November 10, 2022
We are in close contact with the Maldivian authorities.
For any assistance, HCI can be reached on following numbers:
+9607361452 ; +9607790701
માલદીવમાં ભારતીય હાઈ કમિશને માલેમાં આગની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, જેમાં ભારતીય નાગરિકો સહિત લોકોના મોત થયા છે. હાઈ કમિશને કહ્યું કે અમે માલદીવ સરકારના સંપર્કમાં છીએ. માલદીવના રાજકીય પક્ષોએ કહ્યું છે કે વિદેશી કામદારોને અહીં દયનીય સ્થિતિમાં રહેવું પડે છે.
માલદીવમાં વિદેશી કામદારોની મોટી વસ્તી છે. આમાંના મોટાભાગના કામદારો ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોના છે. આ વિદેશી કામદારોની દયનીય સ્થિતિનો મામલો સૌપ્રથમ કોરોના મહામારી દરમિયાન આવ્યો હતો. સ્થાનિક લોકો કરતાં વિદેશી કામદારોમાં કોરોના ત્રણ ગણો ઝડપથી ફેલાયો હતો.