શોધખોળ કરો
પહેલા પત્ની સાથે ઝઘડો કર્યો, માસૂમ પુત્રી સાથે માની સમક્ષ કર્યું આવું કૃત્ય, માતાએ વર્ણવી શરમજનક આપવિતી
પતિની એક ખરાબ આદતના કારણે સમગ્ર પરિવાર બરબાદ થઇ ગયો. પત્ની સાથે ઝઘડો કર્યાં બાદ માસૂમ દીકરી સાથે એવું કૃત્ય કર્યું કે, પત્ની સ્તબ્ધ થઇને રહી ગઇ. શું છે સમગ્ર ઘટના જાણીએ...
યૂપીના સંભલમાં એક ક્રૂર પિતાનો નિર્દય ચહેરો સામે આવ્યો છે. દારૂના નશામાં ધૂત પતિએ પહેલા તો પત્ની સાથે ઝઘડો કર્યો ત્યાર બાદ માસૂમ બાળકી પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. પતિએ પત્ની પર પણ પેટ્રોલ છાંટીને બાળવાની કોશિશ કરી હતી, પોલીસ સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે પતિ તેની પત્નીની હત્યા કરવા માંગતો હતો.
ઘટનામાં બાળકી ખૂબ જ ખરાબ રીતે દાઝી ગઇ છે, તેમના શરીર પર કેટલીક ઇજા પણ છે. હાલ માસૂમ મોત સામે હોસ્પિટલમાં જંગ લડી રહી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
આરોપી બબલૂએ જણાવ્યું કે, તેમની પત્ની નિક્કી સાથે વારંવાર ઝઘડો થતો રહે છે. બબલૂ દારૂના નશામાં પત્ની નિક્કી સાથે મારઝૂડ કરતો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી પતિએ દીકરી અને પત્નીને પેટ્રોલ છાંટીને મારી નાખવાની કોશિશ કરી હતી. ઘટના સમયે પતિએ પેટ્રોલ પત્ની અને દીકરી તરફ ઉડાવ્યું. આગ લાગતા દીકરીની ચીસો સાંભળીને આડોશ પાડોશમાંથી લોકો પહોંચી ગયા અને દાઝી ગયેલી બાળકીને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડી હતી.थाना कोतवाली संभल क्षेत्रांतर्गत ग्राम रजाभूड़ में पति द्वारा पत्नी पर पेट्रोल छिड़ककर आग लगाने के संबंध में क्षेत्राधिकारी संभल द्वारा दी गई बाइट। #UPPolice @Uppolice @dgpup @CMOfficeUP @HomeDepttUP @UPGovt @adgzonebareilly @digmoradabad @chakreshm pic.twitter.com/KcyHcMSy5q
— SAMBHAL POLICE (@sambhalpolice) January 29, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement