Andhra Pradesh Train Derail: આંધ્રપ્રદેશમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 6ના મોત અને 10થી વધુ ઘાયલ
Andhra Pradesh News: આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોઠાવલાસા મંડલના અલામંદા-કંથકપલ્લી ખાતે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ.
Andhra Pradesh News: આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોઠાવલાસા મંડલના અલામંદા-કંથકપલ્લી ખાતે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ઓવરહેડ કેબલ કપાઈ જવાને કારણે રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પર રોકાઈ ગઈ હતી. જો કે, તે જ સમયે આવી રહેલી પલાસા એક્સપ્રેસ પાછળથી રાયગઢ ટ્રેન સાથે અથડાઈ હતી.
#UPDATE | There was a rear collision between the Visakhapatnam-Palasa passenger train and the Visakhapatnam-Ragada passenger train. 3 coaches were involved in the accident and 10 injured. Rescue operations are underway, Local administration and NDRF were informed for assistance… https://t.co/foBoTg0FRp
— ANI (@ANI) October 29, 2023
પરિણામ એ આવ્યું કે રાયગઢ પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા છે જ્યારે 10 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
Andhra Pradesh | A passenger train which was going to Rayagada from Visakhapatnam derailed in Vizianagaram district. More details awaited: Divisional Railway Manager
— ANI (@ANI) October 29, 2023
જોકે, માહિતી મળતાં જ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન ઘટના સ્થળે વીજળીના અભાવે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કોચમાં મુસાફરોની સંખ્યા વધુ છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી ઘણા ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઈજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલ લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે.
CMએ એમ્બ્યુલન્સ મોકલવા આદેશ કર્યો
આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિજયનગરમની નજીકના જિલ્લાઓ વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લેથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવાનો આદેશ આપ્યો છે. તેમજ સારી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ આરોગ્ય, પોલીસ અને મહેસૂલ સહિતના અન્ય સરકારી વિભાગોને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા આદેશો જારી કર્યા.
હેલ્પ લાઈન નંબર જાહેર
Andhra Pradesh train accident| Ministry of Railway issues helpline numbers https://t.co/foBoTg0FRp pic.twitter.com/8juPU1ZWbl
— ANI (@ANI) October 29, 2023
ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે, "સ્થાનિક વહીવટીતંત્ર અને NDRFને મદદ અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી છે. અકસ્માત રાહત ટ્રેનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે." આ ટ્રેન અકસ્માતને લઈને ઈસ્ટ કોસ્ટ રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. ભુવનેશ્વર – 0674-2301625, 2301525, 2303069, વોલ્ટેર- 0891- 2885914.