શોધખોળ કરો
એક સાથે 24 પોઝિટિવ કેસ આવતા દેશમાં આ જગ્યાએ આજે સવારે 10 વાગ્યાથી લાદવામાં આવ્યું લોકડાઉન, જાણો વિગત
આ લોકડાઉન 12-13 જુલાઈની મધરાત સુધી લાગુ રહેશે.

કાશીપુરઃ ઉત્તરાખંડના કાશીપુરમાં અચાનક એક જ દિવસમાં 24 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા આજથી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
કાશીપુરમાં લગ્ન સમારોહમાં સામેલ થયેલા લોકો સહિત કુલ 100 લોકોના 8 જુલાઈએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં શનિવારે 24 લોકો કોરના સંક્રમિત હોવની પુષ્ટિ થઈ હતી, જે પૈકી 14 લોકો લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. એક જ દિવસમાં 24 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થયા બાદ તંત્રમાં હાહાકાર મચી ગયો હતો.
તંત્ર દ્વારા કાશીપુરમાં કોવિડ-19 પોઝિટિવ કેસની અચાનક વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી 11 જુલાઈ, શનિવારે સવારે 10 વાગ્યાથી આગામી 38 કલાક સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 12-13 જુલાઈની મધરાત સુધી લાગુ રહેશે. આ દરમિયાન તમામ પ્રકારની વ્યવસાયિક ગતિવિધિઓ પ્રતિબંધ રહેશે. લોકડાઉન દરમિયાન માત્ર દવાની દુકાન, દૂધ ડેરી ખોલવાની છૂટ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
એસ્ટ્રો
દેશ
Advertisement
