AAP: અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનતા શું થશે ફાયદો?
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર પાંચ બેઠકો બાદ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.
एक छोटी सी आम आदमी पार्टी को राष्ट्रीय पार्टी बनाने के लिए गुजरात की जनता का बहुत-बहुत शुक्रिया और सभी देशवासियों को बहुत-बहुत बधाई।
— AAP (@AamAadmiParty) December 8, 2022
हम भारत को No. 1 राष्ट्र बनाने के संकल्प पर अडिग हैं। 🇮🇳 pic.twitter.com/RbQTs4L9wc
માત્ર 10 વર્ષની સફરમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પક્ષોના ગ્રુપમાં સામેલ થઇ ગઇ છે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ AAPને શું ફાયદો થશે અને તેમના માટે રાજકારણની સફર કેટલી સરળ રહેશે. એ જાણવું પણ જરૂરી છે. રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીને આ લાભો મળશે
AAP ने राष्ट्रीय राजनीति को बदला है।
— AAP (@AamAadmiParty) December 8, 2022
गुजरात की जनता ने संदेश दिया है कि शिक्षा-स्वास्थ्य, बिजली-पानी का मॉडल देश भर में फ़ैलाना है।
वो दिन दूर नहीं है जब केजरीवाल जी के नेतृत्व में देश भर में शिक्षा-स्वास्थ्य, भ्रष्टाचार मुक्त भारत का मॉडल लागू करके दिखाएंगे।
- @pankajgupta pic.twitter.com/Z1M0f8vheW
રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કર્યા પછી આમ આદમી પાર્ટીને એ ફાયદો થશે કે તેમના પક્ષનું પ્રતીક ઝાડુ કાયમી બની જશે. હવે AAP પાસે સમગ્ર દેશમાં માત્ર એક જ ચૂંટણી ચિન્હ હશે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવ્યા પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારો હવે બેલેટ/EVMની ટોચ પર દેખાઈ શકશે. આમ આદમી પાર્ટી દેશની રાજધાનીમાં ઓફિસ મેળવી શકશે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીને મતદાર યાદી મેળવવા માટે કેટલાક પૈસા ખર્ચવા પડતા હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટીને દરેક રાજ્યમાં મફતમાં મતદાર યાદી મેળવવાનો અધિકાર રહેશે. રાષ્ટ્રીય સ્તરે હવે આમ આદમી પાર્ટી પોતાની યાદીમાં 20 થી વધુ સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરી શકે છે. હવે આ સંખ્યા વધીને 40 થશે.
રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીને હવે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીમાં સામાન્ય લોકોને સંબોધવા માટે રેડિયો અને ટેલિવિઝન પર સમય મળશે. આમ આદમી પાર્ટીને ફાયદો થશે કે રાષ્ટ્રીય દરજ્જો ધરાવતી પાર્ટીના અધ્યક્ષ સરકારી આવાસ મેળવવાને પાત્ર છે. હવે રાષ્ટ્રીય દરજ્જો મેળવનાર પક્ષ માટે નામાંકન પત્રમાં માત્ર એક પ્રસ્તાવકની જરૂર પડશે.