શોધખોળ કરો
Advertisement
છેડતી મામલે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ, મોકલાયા જેલ
નવી દિલ્લી: દિલ્લી પોલીસે યૌન ઉત્પીડન મામલામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેના પછી ખાનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
તેના પહેલા અમાનતુલ્લા 18 સપ્ટેબરે સરેંડર કરવા માટે જામિયા નગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને ધરપકડ કરી નહોતી. રવિવારે દિલ્લી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમાનતુલ્લા જે કંઈ પણ કરી રહ્યા છે, તે પોતાની મરજીથી કરી રહ્યા છે. અમે તપાસના હિસાબે આગળ વધીશું.
ઓખલાથી ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર તેમના સાળાની પત્નીએ છેડતીનો આરોપ લગાવ્યો હતો, અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમાનતુલ્લાએ સ્પષ્ટતા કરી હતી કે, આરોપ લગાવનાર મહિલા તેમની બહેન જેવી છે. ત્યારબાદ તેમને કહ્યું હતું કે, આ મામલો કોંગ્રેસનું કાવતરું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement