શોધખોળ કરો

બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....

Abhishek Banerjee attacked Sonarpur: સોનારપુરમાં હિંસા પીડિતોને મળવા ગયેલા અભિષેક પર ઈંડા-પથ્થરથી હુમલો, લોકોએ 'ચોર-ચોર'ના નારા લગાવ્યા, હાઈકોર્ટમાં જવાની ચીમકી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અભિષેક બેનર્જી પર સોનારપુરમાં ઇંડા અને પથ્થરોથી હુમલો થયો.
  • પોલીસ સુરક્ષા વિના પહોંચતા સ્થાનિકોએ 'ચોર' કહી હુમલો કર્યો.
  • હેલ્મેટ પહેરવાથી બચ્યા, પણ શર્ટ ફાટ્યો, ચશ્મા તૂટ્યા.
  • ભાજપ પર હુમલાનો આરોપ, હાઈકોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી.

Abhishek Banerjee attacked Sonarpur: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી પણ રાજકીય હિંસાનો દોર ચાલુ છે. શનિવારે (30 મે, 2026) બંગાળના સોનારપુરમાં ટીએમસી (TMC) ના નેતા અને સાંસદ અભિષેક બેનર્જી પર સ્થાનિક લોકોએ ઈંડા અને પથ્થરોથી જીવલેણ હુમલો કર્યો હતો. અભિષેક બેનર્જી અહીં ચૂંટણી પછી થયેલી હિંસાના પીડિત પરિવારોને મળવા પહોંચ્યા હતા. આ હુમલામાં લોકોએ 'ચોર-ચોર'ના નારા લગાવ્યા હતા અને ઝપાઝપીમાં તેમનો શર્ટ ફાટી ગયો હતો. જોકે, તેમણે હેલ્મેટ પહેર્યું હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટના પછી રોષે ભરાયેલા અભિષેક બેનર્જીએ સુવેન્દુ અધિકારીના નેતૃત્વવાળી ભાજપ સરકાર અને પોલીસ વહીવટીતંત્રને સીધા જવાબદાર ઠેરવીને ધરણાં શરૂ કર્યા છે અને હાઈકોર્ટના શરણે જવાની જાહેરાત કરી છે.

હેલ્મેટના કારણે બચ્યો જીવ, શર્ટ ફાટી ગયો

અભિષેક બેનર્જી જ્યારે હિંસા પ્રભાવિત પરિવારોને મળવા સોનારપુર પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર કેટલાક સ્થાનિક લોકોએ અચાનક તેમની વિરુદ્ધ "ચોર, ચોર" ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જોતજોતામાં ટોળાએ તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો અને ઈંડા ફેંક્યા. બચાવવા પડેલા સુરક્ષાકર્મીઓ અને ટોળા વચ્ચે થયેલી ઝપાઝપીમાં અભિષેક બેનર્જીનો શર્ટ ફાટી ગયો હતો. હુમલા બાદ તેમણે કહ્યું કે, "મેં માથા પર હેલ્મેટ પહેર્યું હતું એટલે મારું માથું બચી ગયું, નહીંતર મને ગંભીર ઈજા પહોંચત. તેઓએ મારા ચશ્મા પણ તોડી નાખ્યા છે."

"1 મહિનો પણ પસાર થયો નથી..." ભાજપ પર પ્રહાર

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "આ હુમલો સીધી રીતે ભાજપ દ્વારા પ્રાયોજિત છે. આ તેમની લોકશાહીનો અસલી ચહેરો છે. હજુ સરકાર બન્યાને 1 મહિનો પણ પસાર થયો નથી, અને પોલીસ ક્યાંય જોવા મળતી નથી." તેમણે સીધો આરોપ લગાવ્યો કે આ લોકો કાવતરું રચીને તેમને જાનથી મારી નાખવા માંગે છે.

આ પણ વાંચોઃ શું મમતા બેનર્જીએ આખરે હાર સ્વીકારી? સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં કર્યો ફેરફાર, જાણો શું લખ્યું?

હાઈકોર્ટ અને રાજ્યપાલ સુધી જવાની ચીમકી

અભિષેક બેનર્જીએ આ હુમલાનો સખત વિરોધ નોંધાવતા ઘટનાસ્થળે જ ધરણાં પ્રદર્શન શરૂ કરી દીધું હતું. તેમણે વહીવટીતંત્ર પર નિશાન સાધતા કહ્યું કે, અગાઉથી જાણ કરી હોવા છતાં પોલીસ દ્વારા તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવી ન હતી.

આ ઉપરાંત તેમણે સ્થાનિક પીડિતો વિશે ચિંતા વ્યક્ત કરી કે, "હું તો કદાચ અહીંથી જીવતો નીકળી જઈશ, પણ આ ગુંડાઓ સંજુ કર્માકરના વૃદ્ધ માતા-પિતાને નહીં છોડે અને તેમના પર ચોક્કસ હુમલો કરશે."

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જ્યાં સુધી પોલીસ અને સુરક્ષા દળો અહીં સ્થાનિકોની સુરક્ષાની ખાતરી નહીં આપે, ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં. આખી ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનો દાવો કરતા તેમણે હાઈકોર્ટ અને રાજ્યપાલ સમક્ષ આ મુદ્દો ઉઠાવવાની વાત કહી છે.

આ પણ વાંચોઃ ‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી, ધારાસભ્યોને કહ્યું - કાળા કપડા પહેરીને...

Frequently Asked Questions

અભિષેક બેનર્જી પર સોનારપુરમાં કયો હુમલો થયો હતો?

સોનારપુરમાં અભિષેક બેનર્જી પર સ્થાનિક લોકોએ ઇંડા અને પથ્થરો ફેંકીને હુમલો કર્યો હતો. આ દરમિયાન

અભિષેક બેનર્જી પર થયેલા હુમલાનું કારણ શું હતું?

અભિષેક બેનર્જી ચૂંટણી પછી થયેલી હિંસાના પીડિત પરિવારોને મળવા સોનારપુર પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો.

હુમલા દરમિયાન અભિષેક બેનર્જીને શું થયું?

હુમલા દરમિયાન ઝપાઝપીમાં અભિષેક બેનર્જીનો શર્ટ ફાટી ગયો હતો અને તેમના ચશ્મા પણ તૂટી ગયા હતા. હેલ્મેટ પહેર્યું હોવાથી તેમના માથાનો બચાવ થયો હતો.

આ હુમલા બાદ અભિષેક બેનર્જીની પ્રતિક્રિયા શું હતી?

ગુસ્સે ભરાયેલા અભિષેક બેનર્જીએ આ હુમલા માટે ભાજપ સરકાર અને પોલીસ વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યા હતા અને ઘટનાસ્થળે ધરણાં શરૂ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget