ABP C-Voter Election Survey: UP માં કોને મળશે સત્તા ? SP-BSP, ભાજપ કે કોગ્રેસ, જાણો કોને સત્તા સોંપવા માંગે છે જનતા?
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. આગામી વર્ષની શરૂઆતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે
ABP C-Voter Election 2022 Survey: ઉત્તર પ્રદેશમાં ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. આગામી વર્ષની શરૂઆતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને ધ્યાનમાં રાખીને ભાજપ સહિત તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. સમાજવાદી પાર્ટીથી લઇને કોગ્રેસ અને બીએસપી સુધી તમામ પોતાના જીતના દાવાઓ કરી રહ્યા છે.
તે સિવાય ભાજપ પક્ષ પણ ફરીથી સત્તામાં આવવાનો દાવો કરી રહ્યો છે. એવામાં જનતાના દિલમાં શું છે અને કઇ પાર્ટીને સતા સોંપવાનું વિચારી રહી છે? આ સવાલ મહત્વનો છે. સી વોટરે એબીપી ન્યૂઝ માટે સર્વે કર્યો છે અને જાણવાનો પ્રયાસ કર્યો છે કે જનતાનો મૂડ શું છે?
શું લાગે છે ઉત્તર પ્રદેશમાં કોણ જીતશે?
ગઇકાલ આજ
ભાજપ- 48-48
એસપી- 29-29
બીએસપી- 9-9
કોગ્રેસ- 7-7
અન્ય- 3-3
ત્રિશંકુ- 2-2
ખ્યાલ નથી- 2-2
20 નવેમ્બર 27 નવેમ્બર
ભાજપ- 47 ટકા 45 ટકા
એસપી- 29 ટકા 30 ટકા
બીએસપી- 8 ટકા 8 ટકા
કોગ્રેસ- 7 ટકા 8 ટકા
અન્ય- 4 ટકા 3 ટકા
ત્રિશંકુ- 2 ટકા 3 ટકા
ખ્યાલ નથી- 3 ટકા 3 ટકા
નોંધઃ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એબીપી ન્યૂઝ માટે સી-વોટર હવે દરરોજ ચૂંટણી રાજ્યોનો મૂડ બતાવી રહ્યું છે. આજે ઓપિનિયર પોલમાં સાત હજાર 509 લોકોનો મત લેવામાં આવ્યો હતો.
Surat : કોર્ટે ફાંસીની સજા સંભળાવી ત્યારે નરાધમનું કેવું હતું વર્તન? જાણો વિગત