શોધખોળ કરો

MP ABP Cvoter Opinion Poll 2023: મધ્યપ્રદેશમાં CM પદની પ્રથમ પસંદ કોણ ? સર્વેમાં આ નેતા ટોપ પર 

સી-વોટરે એક સર્વે દ્વારા મધ્યપ્રદેશના લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે કે મુખ્યમંત્રી તરીકે તેમની પ્રથમ પસંદગી કોણ છે.

Madhya Pradesh Opinion Poll: મધ્યપ્રદેશમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શિવરાજ સિંહ ચૌહાણના કામ અંગેનો ખરો નિર્ણય ચૂંટણીના પરિણામો પછી જ લેવામાં આવશે, પરંતુ તે પહેલા એબીપી ન્યૂઝ અને સી-વોટરે એક સર્વે દ્વારા મધ્યપ્રદેશના લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે કે મુખ્યમંત્રી તરીકે તેમની પ્રથમ પસંદગી કોણ છે. ચાલો જાણીએ કે આ અંગે જનતાનો શું અભિપ્રાય છે.
 
શું છે જનતાનો અભિપ્રાય ? 

એબીપી ન્યૂઝ સી-વોટરના સર્વે અનુસાર, શિવરાજ સિંહ ચૌહાણ અને કમલનાથ વચ્ચે સીએમ પદ માટે મધ્યપ્રદેશના લોકોની પસંદગી સમાન જોવા મળી હતી. જ્યારે મુખ્ય પ્રધાન તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ માટે કોઈ વધારે રસ જોવા મળ્યો નહોતો.
 
કોણ છે સૌથી આગળ

સર્વે અનુસાર 43 ટકા લોકોએ શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી પદ માટે પોતાની પહેલી પસંદ જાહેર કર્યા છે. આ સિવાય 42 ટકા લોકો એવા છે જે કમલનાથને મુખ્યમંત્રી પદ પર જોવા માંગે છે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને 10 ટકા લોકોએ તેમની પસંદગી આપી હતી જ્યારે માત્ર 2 ટકા લોકોએ દિગ્વિજય સિંહને તેમની પસંદ હોવાનું જણાવ્યું હતું. ત્રણ ટકા લોકો એવા છે કે જેમને આ ચાર નેતાઓમાંથી કોઈ પણ સીએમ તરીકે પસંદ નથી.
 
CM ચહેરાની પહેલી પસંદ
 
શિવરાજ - 43%
કમલનાથ- 42%
જ્યોતિરાદિત્ય  સિંધિયા-10%
દિગ્વિજયસિંહ- 2%
અન્ય - 3%  

ઓપિનિયન પોલ મધ્યપ્રદેશ

  • કુલ બેઠક 230
  • બહુમતી 116
  • કોંગ્રેસ    113-125
  • BJP         104-116
  • BSP        0-2
  • અન્ય    0-3
  • સ્ત્રોત-C વોટર  

કયા રાજ્યમાં કોની બનશે સરકાર ?

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, CVoter એ એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો.  abp અસ્મિતા-સી વોટરનો ઓપિનિયન પોલમાં રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. રાજસ્થાનમાં ભાજપને 127થી 137 બેઠકો મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાનું અનુમાન છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 59થી 69 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 113થી 125 બેઠકો, ભાજપને 104થી 106 બેઠકો અને બીએસપીને 2 બેઠકો મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં ફરી કોંગ્રેસની સરકાર બનવાનું અનુમાન છે. કોંગ્રેસને 45થી 51 બેઠકો મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં ભાજપના પ્રદર્શનમાં જબરદસ્ત સુધારો થઈ શકે છે. છત્તીસગઢમાં ભાજપને 39થી 45 બેઠકો મળવાનું અનુમાન છે. તેલંગાણાના ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસને 48 થી 60 બેઠકો મળવાનો અંદાજ છે, ભાજપને 5 થી 11 બેઠક મળી શકે છે. જ્યારે બીઆરએસને 43-55 સીટ મળી શકે છે. મિઝોરમના ઓપિનિયન પોલમાં એમએનએફને 13-17, કોંગ્રેસને 10 થી 14 બેઠક મળવાનો અંદાજ છે.

(નોંધ- મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. સી વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કરાવ્યો છે. તેમાં લગભગ 90 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વે 1 સપ્ટેમ્બરથી  8 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget