શોધખોળ કરો
દાન પેટીમાં ભૂલથી શખ્સનો iPhone પડી ગયો તો મંદિર પ્રશાસને કહ્યું કે તે હવે ભગવાનનો છે, પાછો ન મળે...
વિનાયકપુરમનો રહેવાસી દિનેશ પત્ની સાથે મંદિરે પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેણે પૂજા પછી હુંડીમાં દાન આપવાનું શરૂ કર્યું ત્યારે તેના શર્ટના ખિસ્સામાંથી આઈફોન પણ દાન પેટીમાં પડી ગયો.
Chennai temple iPhone incident: તમે 2014ની બોલિવૂડ ફિલ્મ પીકે તો જોઈ જ હશે, જેમાં જ્યારે અનુષ્કા શર્માનું પર્સ મંદિરના દાન પેટીમાં પડે છે, ત્યારે મંદિર પ્રશાસને તેને પરત કરવાની ના પાડી દીધી હતી.
1/5

હવે આવો જ એક કિસ્સો અરુલ મિગુ કંડાસ્વામી મંદિરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના હાથમાંથી આઇફોન સરકીને મંદિરના દાન પેટીમાં પડી જતાં તેને દર્શન માટે જવું મુશ્કેલ બન્યું હતું. મંદિરના દાન પેટીમાં આઇફોન પડ્યા બાદ તે વ્યક્તિએ તેને લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મંદિર પ્રશાસને તેને આઇફોન આપવાની ના પાડી દીધી.
2/5

જ્યારે દિનેશે આ ઘટના અંગે મંદિર પ્રશાસનને જાણ કરી હતી. તો ત્યાંના અધિકારીઓએ તેમને કહ્યું, 'દાનપેટીમાં ગયેલી દરેક વસ્તુ મંદિરની સંપત્તિ છે. જેના કારણે દિનેશ તેના ફોન વગર મંદિરેથી પરત ફર્યો હતો. અરુલમિગુ કંડાસ્વામીની પરંપરા મુજબ મંદિરની દાન પેટીઓ મહિનામાં બે વાર ખોલવામાં આવે છે. જ્યારે દાનપેટી ખોલવામાં આવી ત્યારે પણ દિનેશ ફોન માટે મંદિરે પહોંચ્યો હતો અને આઇફોન પરત કરવાની વિનંતી કરી હતી, પરંતુ તેને મોબાઇલ આપવામાં આવ્યો ન હતો.
Published at : 21 Dec 2024 04:57 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















