એક્ટર-કોમેડિયન સુનિલ ગ્રોવરની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર, હોસ્પિટલે શું કરી જાહેરાત?
હવે હોસ્પિટલ ઓથોરિટી દ્વારા તેમની તબિયતને લઈને મોટી જાહેરાત કરી છે. મુંબઈની એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું છે કે, આજે સુનિલ ગ્રોવરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.
Sunil Grover Heart Surgery: જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવરને હૃદયની બિમારીના કારણે મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુનીલ ગ્રોવરે હાર્ટ સર્જરી કરાવી છે. હવે હોસ્પિટલ ઓથોરિટી દ્વારા તેમની તબિયતને લઈને મોટી જાહેરાત કરી છે. મુંબઈની એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું છે કે, આજે સુનિલ ગ્રોવરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. તેઓ હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.
Actor-Comedian Sunil Grover, who underwent heart surgery recently, will be discharged from Mumbai's Asian Heart Institute today: Hospital authorities
— ANI (@ANI) February 3, 2022
(Photo: Grover's Twitter account) pic.twitter.com/GrSKCwELMf
હોસ્પિટલના એક સૂત્રએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે હવે સુનીલ ગ્રોવરની હાલત સારી છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે. હોસ્પિટલે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. એવું કહેવાય છે કે સર્જરી માટે જતા પહેલા સુનીલ ગ્રોવર તેની આગામી વેબ સિરીઝ માટે કામ કરી રહ્યો હતો.
ખાન ત્રિપુટી સાથે કરી ચૂક્યો છે કામ
સુનીલ ગ્રોવર છેલ્લે Zee5ની વેબ સિરીઝ સ્નો ફ્લાવરમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેની સાથે આશિષ વિદ્યાર્થી, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી અને મુકુલ ચઢ્ઢા હતા. સુનીલ ગ્રોવરે શાહરૂખ ખાન સાથે મૈં હું ના (2004), આમિર ખાન સાથે ગજની (2008), ટાઈગર શ્રોફ સાથે બાગી (2016), વિશાલ ભારદ્વાજની પટાખા (2018) જેવી ફિલ્મોમાં પણ વિવિધ ભૂમિકાઓ ભજવી હતી.
સુનીલ ગ્રોવર સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે ફિલ્મ ભારતમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં સુનીલે સલમાન ખાનના મિત્રનું પાત્ર ભજવ્યું હતું. એવી ચર્ચા છે કે સુનીલ ગ્રોવર શાહરૂખ ખાનની આગામી અનટાઈટલ્ડ ફિલ્મનો ભાગ હશે. ફિલ્મનું નિર્દેશન એટલી કરી રહ્યા છે.
કપિલ શર્મા શોમાં પણ લોકપ્રિય
સુનીલ ઘણી ફિલ્મો અને શોમાં જોવા મળ્યો છે, પરંતુ તે કપિલ શર્મા શોમાં ગુટ્ટીનો રોલ કરવા માટે પણ જાણીતો છે. જોકે, સુનીલે કેટલાક વિવાદોને કારણે શો છોડવાનું પસંદ કર્યું હતું.