વિધાનસભા ચૂંટણીમાં આ હૉટ એક્ટ્રેસની જીત, કઈ-કઈ બીજી એક્ટ્રેસ હારી ગઈ?
આસામથી લઇને પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ચૂંટણીઓમાં રાજકીય પક્ષઓ જબરદસ્ત દમ લગાવ્યો. ખાસ વાત છે કે આ ચૂંટણીઓમાં કેટલાય પક્ષોએ પોતાની પાર્ટી તરફથી અભિનેત્રીઓ અને અભિનેતાઓને પણ મેદાનમાં ઉતાર્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં ચૂંટણીઓ પુરી થઇ ગઇ છે, અને પરિણામો આવી ચૂક્યા છે. આસામથી લઇને પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ચૂંટણીઓમાં રાજકીય પક્ષઓ
જબરદસ્ત દમ લગાવ્યો. ખાસ વાત છે કે આ ચૂંટણીઓમાં કેટલાય પક્ષોએ પોતાની પાર્ટી તરફથી અભિનેત્રીઓ અને અભિનેતાઓને પણ મેદાનમાં ઉતાર્યા હતા. એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં ઘણી અભિનેત્રીઓએ પોતાનુ નસીબ અજમાવ્યું હતું, આમાંથી કેટલીક પાસ થઇ અને કેટલીક ફેઇલ થઇ હતી. અગાઉ બંગાળની લોકસભામાં પણ મમતા દીદીએ અભિનેત્રીઓને મેદાનમાં ઉતારીને ધારી સફળતા મેળવી હતી.
તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ખુશ્બુ સુંદરે ઝંપલાવ્યું હતું. ભાજપની ટિકિટ પર ખુશ્બુએ થાઉલેન્ડ લાઈટ્સ વિસ્તારની વિધાનસભાની બેઠકમાં ઝંપલાવ્યું હતું. પરંતુ સફળતા મળી ન હતી. ડીએમકેના એન. એલિલન સામે તેનો પરાજય થયો હતો.પશ્વિમ બંગાળની ચુનચુરા વિધાનસભાની બેઠકમાંથી ભાજપના મેન્ટેડ પર અભિનેત્રી લોકેટ ચેટર્જીએ ઝૂકાવ્યું હતું, પરંતુ ટીએમસીના અસિત મજુમદારે તેને પરાજય આપ્યો હતો. ભાજપના જ મેન્ટેડ પર અભિનેત્રી પાયલ સરકારે બેહલાની બેઠક પરથી ચૂૅટણી લડી હતી, જેમાં તેનો ટીએમસીની રત્ના ચેટર્જી સામે પરાજય થયો હતો. સાયંતિકા બેનર્જીએ ગત માર્ચ મહિનામાં તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. સાયંતિકાને બંકુરા બેઠકથી ટિકિટ મળી હતી, પરંતુ તેને પરાજયનો સ્વાદ ચાખવો પડયો હતો.
તૃણમૂલ કોંગ્રેસે સાયોની ઘોષને આસનસોલ દક્ષિણની બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંતુ ભાજપના અગ્નિમિત્ર પોલ સામે તેની હાર થઈ હતી. મિદનાપુર વિધાનસભાની બેઠક પરથી મમતા દીદીએ જૂન માલિયાને મેદાનમાં ઉતારી હતી. મમતા દીદીએ બતાવેલા વિશ્વાસમાં જૂન માલિયા ખરી ઉતરી હતી અને તેણે ભાજપના ઉમેદવારને ૨૪૩૯૭ મતોથી વિજય મેળવ્યો હતો.
ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું, બંગાળમાં તૃણમૂલની ભવ્યાતિભવ્ય જીત મમતાને આભારી, ભાજપે આત્મનીરિક્ષણ કરવું જરૂરી...
ભાજપની હાર બાદ વિજયવર્ગીયએ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ફોન પર પાર્ટીના ખરાબ પ્રદર્શનની જાણકારી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ટીએમસી મમતા બેનર્જીને કારણે જીતી છે. એવું લાગે છે કે લોકોને દીદી પસંદ છે. શું ભૂલ થઈ તેની અમે સમીક્ષા કરીશું. શું કોઈ સંગઠનાત્મક ખામી રહી ગઈ કે કોઈ ચહેરાનો અભાવ કારણ રહ્યું કે બહાર-અંદરની ચર્ચા રહી. અમે જોઈશું ક્યાં ભૂલ રહી ગઈ.