શોધખોળ કરો

Adani Group: અદાણી જૂથ અને હિંડનબર્ગ મામલાની તપાસની માંગ કરતી અરજી પર 10 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટનો મામલો હવે દેશની સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો છે

Adani Group-Hinderberg: અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટનો મામલો હવે દેશની સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવે અને કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને મોનિટર કરવાની માંગ કરવામાં આવી છે.

એડવોકેટ વિશાલ તિવારીએ આ અરજી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ કરી છે અને તેના પર વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરી છે. અરજદારે કોર્ટને જણાવ્યું કે આ મામલે એક અલગ અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી 10 ફેબ્રુઆરીએ થવાની છે.

વિશાલ તિવારીએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએલ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ દાખલ કરેલી પીઆઈએલમાં અદાણી જૂથ પર હિંડનબર્ગ રિસર્ચના આરોપોની તપાસ કરવા ઉપરાંત મોટા કોર્પોરેટ્સને 500 કરોડ રૂપિયાથી વધુની આપવામાં આવેલી લોનની પોલિસીની સમીક્ષા કરવાને લઇને સ્પેશ્યલ કમિટી બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.

ગયા અઠવાડિયે એડવોકેટ એમએલ શર્માએ હિંડનબર્ગ રિસર્ચના આરોપો પર ભારતમાં શોર્ટ સેલર નાથન એન્ડરસન અને તેના સહયોગીઓ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરતી અરજી દાખલ કરી હતી. તેમની અરજીમાં તેમણે દેશના રોકાણકારોને લૂંટવાનો અને અદાણી ગ્રુપના શેર કૃત્રિમ રીતે ઘટાડવાનો આરોપ લગાવ્યો છે.

24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચએ અદાણી જૂથ પર શેરને ખોટી રીતે વેચવાના આરોપ સહિત અનેક આરોપો મૂક્યા હતા. જોકે અદાણી જૂથે આ આરોપોને સદંતર ફગાવી દીધા હતા. હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રુપના શેરમાં 65 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

Adani Group: UPમાં અદાણીને લાગ્યો મોટો આંચકો, 25,000 કરોડનું આ ટેન્ડર થયું રદ, જાણો વિગતે

Adani Group: મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમ (MVVN) એ અદાણી ગ્રુપના સ્માર્ટ પ્રીપેડ મીટરના ટેન્ડરને નિયત દર કરતાં 40 ટકા વધુ દરના આધારે રદ કરવાનો આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન, પશ્ચિમાંચલ, પૂર્વાંચલ અને દક્ષિણાચલ વિદ્યુત વિતરન નિગમની અન્ય કંપનીઓના ટેન્ડરો પણ અટવાઈ જવાની શક્યતા છે. તમામ જગ્યાએ ટેન્ડર રદ કરવાનો અંતિમ નિર્ણય સેન્ટ્રલ સ્ટોર પરચેઝ કમિટી દ્વારા લેવામાં આવશે.

મધ્યાંચલ વિદ્યુત વિતરન નિગમે કંપનીના સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવા માટેનું ટેન્ડર રદ કર્યું છે. તેની કિંમત લગભગ 5400 કરોડ રૂપિયા છે. આ ટેન્ડરનો દર અંદાજિત કિંમત કરતા લગભગ 40 થી 65 ટકા વધુ હતો, જેના કારણે શરૂઆતથી જ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે નજર પશ્ચિમાંચલ, પૂર્વાંચલ, દક્ષિણાચલ અને ડિસ્કોમ્સના ટેન્ડરો પર પણ છે. દક્ષિણાચલમાં અદાણી જૂથનું ટેન્ડર પણ છે.

રાજ્યમાં લગભગ 2.5 કરોડ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાના છે. આ માટે 25 હજાર કરોડના ટેન્ડરો બહાર પાડવમાં આવ્યા છે. આમાં, મેસર્સ અદાણી પાવર ટ્રાન્સમિશન ઉપરાંત, જીએમઆર અને ઇન્ટેલી સ્માર્ટ કંપનીએ ટેન્ડરનો બીજો ભાગ જીત્યો હતો. તેમને કામ કરવાનો આદેશ જારી કરવાનો હતો, પરંતુ તેમના ટેન્ડરના દર અંગે વિરોધ થયો હતો. ટેન્ડર દરખાસ્ત મુજબ દરેક મીટરની કિંમત 9 થી 10 હજાર રૂપિયા જેટલી હતી. જ્યારે અંદાજિત ખર્ચ છ હજાર રૂપિયા પ્રતિ મીટર છે. આ કિસ્સામાં, યુપી પાવર કોર્પોરેશન લિમિટેડે પાવર મંત્રાલય પાસેથી પ્રતિ મીટર ઊંચી કિંમત અંગે સલાહ લીધી હતી, પરંતુ ત્યાંથી નિર્ણય કોર્પોરેશન પર જ છોડી દેવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
Embed widget