Aditya-L1 Mission: 13 લાખ પૃથ્વી સમાઇ જાય... જાણો કેટલો મોટો છે સૂર્ય, શું છે તાપમાન, ક્યારે ઓકશે આગ.........
પૃથ્વીથી સૂર્યનું અંતર 1.4 મિલિયન કિલોમીટર છે, એટલે કે તે ચંદ્ર કરતાં 4 ગણું વધુ દૂર છે. આ પહેલા પણ ઘણા મિશન લૉન્ચ કરવામાં આવ્યા છે
Aditya-L1 Mission: ભારતીય સ્પેસ એજન્સી ઇસરો હવે એક નવી ઉડાન ભરવા માટે તૈયાર છે, હાલમાં જ ભારતે ચંદ્રયાન 3ના સક્સેસ મૂન મિનશ બાદ બતાવી દીધુ છે કે, ભારત પણ અવકાશી વિજ્ઞાનમાં કમ નથી. ભારત મંગળ, ચંદ્ર બાદ હવે સૂર્યને જાણવાની કોશિશ કરશે. ભારત હવે આગામી દિવસોમાં આદિત્ય એલ1 મિશનને લૉન્ચ કરવા જઇ રહ્યું છે, જે સૂર્યની જાણકારી મેળવવા સૂર્યની નજીક પહોંચશે.
ભારતનું આદિત્ય એલ1 મિશન -
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ સૉફ્ટ લેન્ડિંગ પછી સૂર્ય મિશન આદિત્ય એલ1 તૈયાર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જાહેરાત કરી છે કે આ મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવશે.
પૃથ્વીથી સૂર્યનું અંતર 1.4 મિલિયન કિલોમીટર છે, એટલે કે તે ચંદ્ર કરતાં 4 ગણું વધુ દૂર છે. આ પહેલા પણ ઘણા મિશન લૉન્ચ કરવામાં આવ્યા છે, પરંતુ સૂર્ય પર એટલી ગરમી છે. જેના કારણે મિશન સફળ થઈ શક્યું નહીં. આનાથી સ્પષ્ટ થાય છે કે મિશન સન મિશન મૂન કરતાં વધુ મુશ્કેલ હશે, આ માટે ઈસરોએ અનેક ગણી વધુ તૈયારીઓ કરવી પડશે. આવામાં સૂર્યના કદ અને તાપમાન જેવી બાબતોને લઈને લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ચંદ્ર પછી હવે સૂર્યનો વારો, ઈસરોનું સૂર્ય મિશન 2 સપ્ટેમ્બરે થશે લોન્ચ
મિશન મૂન હેઠળ, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી ISRO મિશન સન હેઠળ સૂર્ય સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. 2 સપ્ટેમ્બરના રોજ, ISRO PSLV રોકેટ દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR (SDSC SHAR) શ્રીહરિકોટાથી આદિત્ય-L1 લોન્ચ કરશે.
ISROનું આદિત્ય L1 મિશન ભારતીય અવકાશ એજન્સીનું સૌથી મુશ્કેલ મિશન છે. ઈસરોના વડા એસ. સોમનાથે પણ તાજેતરમાં કહ્યું હતું કે ભારત હવે સૂર્ય પર જવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું, “છેલ્લા કેટલાક મહિનાઓથી સ્પેસ એજન્સીનું ધ્યાન ચંદ્રયાન-3 પર હતું. તેમજ ISRO અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યું છે જે આગામી મહિનાઓમાં ઉડવા માટે તૈયાર છે.
આ મિશન મિશન મૂન પછી લોન્ચ કરવામાં આવશે
એસ સોમનાથે જણાવ્યું હતું કે મિશન મૂનની ઐતિહાસિક સફળતા બાદ ભારત આગામી ત્રણ મહિનામાં આદિત્ય એલ1 અને ગગાયાન સહિત અનેક મહત્વપૂર્ણ મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું, “અમારી કતારમાં ઘણા મોટા મિશન છે. ચંદ્રયાન-3 પછી અમે આદિત્ય L1 લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.
આદિત્ય L1 વિશે માહિતી આપતાં ISROના વડાએ કહ્યું, “આ ભારતનું પહેલું સૌર મિશન છે જે સૂર્યનો અભ્યાસ કરશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં આ અવકાશયાન લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રોજેક્ટને એસેમ્બલ કરીને શ્રીહરિકોટા લોન્ચ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય એલ1 અવકાશયાનમાં સાત પ્રકારના વૈજ્ઞાનિક પેલોડ હશે. તેઓ અલગ અલગ રીતે સૂર્યનો અભ્યાસ કરશે. આ વાહન લગભગ 5 વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે.
આદિત્ય-L1, સૂર્યનો અભ્યાસ કરવા માટે પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા, પ્રક્ષેપણ માટે તૈયાર થઈ રહી છે. બેંગલુરુમાં યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર (યુઆરએસસી) ખાતે લોન્ચ કરાયેલો ઉપગ્રહ SDSC-SHAR, શ્રીહરિકોટા પહોંચ્યો છે.
દરમિયાન, ભારતે બુધવારે ઈતિહાસ રચ્યો જ્યારે ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું, જેનાથી તે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનારો પ્રથમ દેશ બન્યો અને ચાર વર્ષ પહેલા ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગ અંગેની નિરાશાનો અંત આવ્યો. જ્યારે વિક્રમ તેની લેન્ડિંગ સાઇટ તરફ આગળ વધવા લાગ્યો ત્યારે ISRO હેડક્વાર્ટરના અધિકારીઓએ તેને વધાવી લીધો.