શોધખોળ કરો

Afghanistan Crisis: અફઘાનિસ્તાન મામલે PM મોદીના નિવાસસ્થાને મહત્વની બેઠક, અમિત શાહ, રાજનાથ સિંહ અને અજિત ડોભાલ રહ્યા હાજર

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે નિવસાસ્થાને અફઘાનિસ્તાન મામલે મહત્વની બેઠક યોજી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા.

નવી દિલ્હી:  પ્રધાનમંત્રી મોદીએ સોમવારે નિવસાસ્થાને અફઘાનિસ્તાન મામલે મહત્વની બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક લોક કલ્યાણ માર્ગ પર પીએમના નિવાસ સ્થાને થઈ હતી. આ બેઠક તાલિબાને પંજશીર ખીણ પર સંપૂર્ણ નિયંત્રણના દાવા બાદ થઈ રહી છે. બળવાખોર જૂથ નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે જો કે કહ્યું કે તાલિબાન સામે પંજશીર ખીણમાં લડાઈ ચાલુ રહેશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ અને અફઘાન ગેરિલા કમાન્ડર અહેમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદની આગેવાની હેઠળ અફઘાન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના લડવૈયાઓ અહીં તાલિબાન સામે લડી રહ્યા હતા.

તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ જીત સાથે આપણો દેશ સંપૂર્ણપણે યુદ્ધની દલદલમાંથી બહાર આવી ગયો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં, તાલિબાન લડવૈયાઓ પંજશીરના પ્રાંત ગવર્નરના કમ્પાઉન્ડના ગેટ સામે ઉભા જોવા મળે છે.

તાલિબાનના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ઇસ્લામિક અમીરાત બળવાખોરી માટે ખૂબ જ સંવેદનશીલ છે. જે કોઈ પણ બળવો શરૂ કરવાનો પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે કોઈને પણ આમ કરવાની મંજૂરી આપીશું નહીં.” ગની સરકાર અને 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સુરક્ષા દળોની પરત ફરવાની ઉજવણી કરી રહ્યા છે. તાલિબાનોએ પંજશીર ખીણની રક્ષા કરતા લડવૈયાઓને કચડી નાખવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

પહાડોથી ઘેરાયેલા પંજશીરને પ્રાકૃતિક સુરક્ષા મળેલી છે. તેથી અત્યાર સુધી આ ખીણ પર કોઈ પણ કબજો કરી શક્યું નથી, પરંતુ આ વખતે થયેલી લડાઈમાં પંજશીર ચારેય બાજુથી ઘેરાયલું હતું. કાબુલ પર તાલિબાનનો કબજો થયા પછી તેમને બહારથી કોઈ મદદ મળી શકી નથી. બીજી બાજુ તાલિબાનોએ ચારેય બાજુથી ખીણને ચારેય બાજુથી ઘેરીને ત્યાંનો સપ્લાય રોકી દીધો હતો. પંજશીરના ઉંચા પહાડો પર કબજો કરવો દરેક લોકો માટે મુશ્કેલ છે. પરંતુ આ વખતે તાલિબાનોને પાકિસ્તાની વાયુ સેનાનો સાથ મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજશીરની ખીણ પર પાકિસ્તાની વાયુ સેનાએ ડ્રોનથી હુમલો કર્યો, તેના કારણે અચાનક યુદ્ધની સ્થિતિ બદલાઈ ગઈ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget