Jayant Sinha Post: ગૌતમ ગંભીર બાદ વધુ એક ભાજપના નેતાએ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા કહ્યું
હજારીબાગના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ જયંત સિન્હાએ પણ પાર્ટીને તેમને ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. તેમણે પાર્ટી ચીફ જેપી નડ્ડાને આ અંગે જાણ કરી છે.
Jayant Sinha BJP MP: હજારીબાગના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ જયંત સિન્હાએ પણ પાર્ટીને તેમને ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. તેમણે પાર્ટી ચીફ જેપી નડ્ડાને આ અંગે જાણ કરી છે અને શનિવારે (2 માર્ચ, 2024) ફેસબુક પર આને લગતી પોસ્ટ પણ કરી છે.
માઇક્રો-બ્લોગિંગ સાઇટ એક્સ પર પોસ્ટ કરતા જયંત સિન્હાએ કહ્યું, મેં પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી સીધી ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરે જેથી કરીને હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના મારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. તેમણે કહ્યું કે હું આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષથી ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાનો લહાવો મળ્યો છે. 'આ ઉપરાંત, મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી નેતૃત્વ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઘણી તકોનો આશીર્વાદ મળ્યો છે. તે બધાનો હૃદયપૂર્વક આભાર. જય હિંદ.'
I have requested Hon’ble Party President Shri @JPNadda ji to relieve me of my direct electoral duties so that I can focus my efforts on combating global climate change in Bharat and around the world. Of course, I will continue to work with the party on economic and governance…
— Jayant Sinha (@jayantsinha) March 2, 2024
તમને જણાવી દઈએ કે આ પહેલા સાંસદ ગૌતમ ગંભીરે પણ આવું જ ટ્વિટ કરીને જેપી નડ્ડાને ચૂંટણી ડ્યુટીમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તેમની વિનંતીના થોડા કલાકો બાદ જયંત સિન્હાએ પણ ટ્વીટ કરીને આવી જ માંગ કરી છે. તેણે કહ્યું છે કે હાલ તે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માંગે છે. આ માટે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કરી છે.
ગૌતમ ગંભીર માર્ચ 2019માં ભાજપમાં સામેલ થયો હતો. ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી લોકસભા સીટથી બીજેપની સાંસદ છે. તે 2019 લોકસભા ચૂંટણીમાં જીતીને સંસદમાં પહોંચ્યો હતો. તે 6.95,109 વોટના અંતરથી જીત્યો હતો.
ગૌતમ ગંભીર વર્ષ 2011માં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યો છે. આટલું જ નહીં, તેણે 2011 વર્લ્ડ કપમાં પોતાની બેટિંગથી મોટું યોગદાન આપ્યું હતું.ગૌતમ ગંભીરે 147 ODI ક્રિકેટ રમી છે, જેમાં તેણે 5238 રન બનાવ્યા છે, જેમાં 11 સદી અને 34 અડધી સદી સામેલ છે. ગત વખતે ગૌતમ ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો, પરંતુ આ વર્ષે તે KKR સાથે જોડાયો છે.