Black Fungus: ડેન્ગ્યૂથી ઠીક થયા બાદ થઈ શકે છે આ ગંભીર બીમારી, કેસ સામે આવતાં ડોક્ટર પણ ચોંક્યા
Black Fungus In Delhi: ગ્રેટર નોઇડાના રહેવાસી મોહમ્મદ તાલિબને ડેન્ગ્યૂમાંથી સાજા થયાના 15 દિવસ બાદ અચાનક એક આંખની રોશની જતાં રહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
Black Fungus In Delhi: દિલ્હીની એક હોસ્પિટલમાં બ્લેક ફંગસનો દર્દી મળ્યો છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, ડેન્ગ્યૂમાંથી ઠીક થયાના 15 દિવસ બાદ એક 49 વર્ષીય વ્યક્તિને મ્યુકરમાઇકોસિસની ફરિયાદ સાથે નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગ્રેટર નોઈડાના ગ્રેટર નોઇડાના રહેવાસી મોહમ્મદ તાલિબને ડેન્ગ્યૂમાંથી સાજા થયાના 15 દિવસ બાદ અચાનક એક આંખની રોશની જતાં રહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અપોલો હોસ્પિટલના સીનિયર ડોક્ટરે કહ્યું, બ્લેક ફંગસનો મામલો અમારી સમક્ષ આવ્યો છે. ડેન્ગ્યૂમાંથી મુક્ત થયેલા તાબિલ મોહમ્મદને એક દિવસ અચાનક આંખમાં દેખાવાનું બંધ થઈ ગયું હતું. જે બાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ડેન્ગ્યૂના દર્દીમાં મ્યુકરમાઈકોસિસને રિકવરી બાદ જટિલતાના રૂપમાં જોવી દુર્લભ છે. કારણકે આ સ્થિતિ સામાન્ય રીતે ડાયાબિટીસ કે અન્ય સંક્રમણથી પીડાતા હોય તેવા લોકોમાં જોવા મળે છે.
મ્યુકરમાઇકોસિસની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે. આ કારણે દર્દીએ મ્યુકરમાયકોસિસના દર્દીએ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જ સચેત થઇ જવાની જરૂર છે. જેથી તેની ઘાતક અસરથી બચી શકાય અને મ્યુકરમાયકોસિસના ગંભીર પરિણામનું ભોગ ન બનવું પડે.તો મ્યુકરમાયકોસિસ ફંગસના ચાર સ્ટેજ ક્યાં છે અને પ્રથમ સ્ટેજના શું લક્ષણો છે. જાણીએ.
મ્યુકરમાયકોસિસના કયાં 4 સ્ટેજ છે
- પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે.
- બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે
- ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે
- ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે
મ્યુકરમાયકોસિસનાં લક્ષણો ક્યાં છે?
- મોંમાં છાલા પડી જવા
- આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો
- ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું
- આંખના નીચેના ભાગમાં દુખાવો થવો
- દાંત હલવા લાગવા