Corona Vaccination: નવી ગાઈડલાઈન લાગુ થતાં જ રસીકરણે પકડી ગતિ, પ્રથમ દિવસે જ તૂટ્યા તમામ રેકોર્ડ
દેશમાં સોમવારે સંશોધિત નવી ગાઈડલાઇન લાગુ થયાના પ્રથમ દિવસે જ રેકોર્ડ 69 લાખથી વધારે લોકોએ કોરોના રસીનો ડોઝ લીધા હતા.
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરની (Coronavirus Second Wave) અસર અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ધીમી પડી ચુકી છે. આ દરમિયાન આજથી કોરોના રસીકરણ (Corona Vaccination) માટે 18 વર્ષથી મોટા વ્યક્તિના લોકો માટે રજિસ્ટ્રેશન મરજીયાત કરવામાં આવ્યું છે.
દેશમાં સોમવારે સંશોધિત નવી ગાઈડલાઇન (Revised Guidelines for Covid Vaccination) લાગુ થયાના પ્રથમ દિવસે જ રેકોર્ડ 69 લાખથી વધારે લોકોએ કોરોના રસીનો ડોઝ લીધા હતા. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સાંજે 4 વાગે ટ્વીટ કરીને કહ્યું કે, વિશ્વની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઇવ આગળ છે.
#UPDATE | More than 69 lakh doses of anti-COVID vaccine administered on day one of the implementation of 'Revised Guidelines for Covid Vaccination' today: Union Health Ministry
— ANI (@ANI) June 21, 2021
દેશમાં 88 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત બીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 53256 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1422 લોકોના મોત થયા છે. આ પહેલા 23 માર્ચના રોજ 47262 કોરોના કેસ નોંધાયા હતા. વિતેલા દિવસે 78190 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 26356 એક્ટિવ કેસ ઘટ્યા છે.
દેશમાં સતત 39માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. અત્યાર સુધી 39 કરોડ 24 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 14 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘઠીને 3 ટકાથી ઓછો થયો છે. કોરના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.