![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Agnipath Scheme Protest: અગ્નિપથ યોજનાના વિરોધમાં કોગ્રેસનો 'સત્યાગ્રહ', પ્રિયંકા સહિત તમામ મોટા નેતા હાજર
જ્યારથી ભારત સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરાઇ છે ત્યારથી તેનો વિરોધ થઈ રહ્યો છે. દેશમાં હિંસક વિરોધ જોવા મળી રહ્યો છે.
![Agnipath Scheme Protest: અગ્નિપથ યોજનાના વિરોધમાં કોગ્રેસનો 'સત્યાગ્રહ', પ્રિયંકા સહિત તમામ મોટા નેતા હાજર Agnipath protests: Priyanka Gandhi leads Congress 'satyagrah' at Jantar Mantar Agnipath Scheme Protest: અગ્નિપથ યોજનાના વિરોધમાં કોગ્રેસનો 'સત્યાગ્રહ', પ્રિયંકા સહિત તમામ મોટા નેતા હાજર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/ec333d6a1bb25e52cb39b04a2d0545dc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Congress Satyagrah: જ્યારથી ભારત સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરાઇ છે ત્યારથી તેનો વિરોધ થઈ રહ્યો છે. દેશમાં હિંસક વિરોધ જોવા મળી રહ્યો છે.. બીજી તરફ આ યોજના અંગે રાજકારણ પણ ઉગ્ર બની રહ્યું છે. આજે કોંગ્રેસે જંતર-મંતર ખાતે સત્યાગ્રહ કરીને આ યોજનાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ આ સત્યાગ્રહમાં જોડાયા છે. કોંગ્રેસનું કહેવું છે કે પાર્ટીએ સત્યાગ્રહ કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે અગ્નિપથ યોજનાએ દેશના યુવાનોને રસ્તા પર ઉતાર્યા છે. પાર્ટીએ કહ્યું કે એક જવાબદારી છે કે પાર્ટી આ યુવાનોની સાથે ઉભી રહે.
बापू ने राह दिखाई सत्याग्रह की,
— Congress (@INCIndia) June 19, 2022
वो मौजूदा हिटलर पर भारी है।
युवा हितों की इस लड़ाई में,
कांग्रेस का सत्याग्रह जारी है।।#SatyagrahaAgainstAgnipath pic.twitter.com/cBE9HTTBON
અગ્નિપથ યોજનાના વિરોધમાં જંતર-મંતર પર એકઠા થયેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે દેશ સળગી રહ્યો છે અને વડાપ્રધાને તેમની પીઆર ટીમને આ યોજનાના વખાણ કરવા માટે રોકી છે. સરકારે આ યોજના પાછી ખેંચી લેવી જોઈએ. રાહુલ ગાંધી પર અમિત માલવિયાના પ્રહાર પર ઈમરાને કહ્યું કે તે પોતે પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસ તાનાશાહી પાર્ટી નથી
કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું છે કે સત્યાગ્રહનો અર્થ બદલાતો નથી. જ્યારે પણ તમે સત્ય માટે ઊભા રહેશો ત્યારે તેને સત્યાગ્રહ કહેવામાં આવશે. સત્યાગ્રહ લોકશાહી સાથે જોડાયેલો છે. સત્યમેવ જયતે! તો મનીષ તિવારીના અગ્નિપથ યોજનાને સમર્થન અંગેના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે તે સારી વાત છે, જો એવું ન થાય તો તમે કહેશો કે પાર્ટી તાનાશાહી છે.
યોજના વિશે વિચાર્યું પણ નહોતું
કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે આ ઘણો મુશ્કેલ સમય છે. સરકારે વિચારી લીધું છે કે તે કોઇ સાંભળશે નહી અને કોઇ સામે જોશે નહી પરંતુ તે લોકો પર લાગુ કરશે. હિંસા એ કોઈ પણ વસ્તુનો જવાબ નથી, શાંતિની અપીલ કરીએ છીએ પરંતુ લોકોના મનમાં રહેલા ગુસ્સા વિશે સરકારે વિચારવું પડશે. લોકો માત્ર નોકરી, વ્યવસાય અને ટેગ માટે લશ્કરમાં જતા નથી. જો વડાપ્રધાને 8 હજાર કરોડના જહાજો લીધા ન હોત, સેન્ટ્રલ વિસ્ટા ન બનાવી હોત તો પેન્શન યોજના માટેના બજેટમાં ઘટાડો કરવો પડ્યો ના હોત. અગ્નિપથની જાહેરાત પછી સતત ફેરફારો થઈ રહ્યા છે. આ પુરાવો છે કે આ યોજના વિશે વિચાર્યું પણ ન હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)