લાલ લિપસ્ટિકને બદલે બીજા રંગની લિપસ્ટિક લાવવી પતિને ભારે પડી, નારાજ પત્નીએ એવું પગલું ભર્યું કે....
Agra News: પરિવાર પરામર્શ કેન્દ્રમાં કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે બંને પક્ષોને સાંભળ્યા તો પત્નીનું કહેવું છે કે પતિ પાસેથી લાલ રંગની લિપસ્ટિક મંગાવી હતી પરંતુ તેઓ બીજા રંગની લિપસ્ટિક લઈને આવ્યા.
UP સમાચાર: આગ્રામાં નવ પરણેલા પતિ પત્ની વચ્ચે વિવાદનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ પત્ની વચ્ચેના વિવાદનું કારણ લિપસ્ટિકનો રંગ બન્યો છે. નવી પરણેલી પત્નીએ પતિ પાસે પોતાની પસંદના રંગની લિપસ્ટિક મંગાવી હતી પરંતુ અણસમજુ પતિ મળતા જુલતા રંગની લિપસ્ટિક લઈને આવી ગયો. જેનાથી પત્ની નારાજ થઈ ગઈ અને ગુસ્સામાં પિયર ચાલી ગઈ, એટલું જ નહીં પોલીસમાં પણ ફરિયાદ કરી દીધી.
લગ્નને માત્ર છ મહિના થયા છે અને લિપસ્ટિકનો રંગ સંબંધો પર ભારે પડી ગયો. હવે મામલો પરિવાર પરામર્શ કેન્દ્રમાં છે, જ્યાં બંનેની કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આગ્રાની યુવતીના લગ્ન મથુરાના યુવક સાથે છ મહિના પહેલાં થયા હતા, પતિ રાજમિસ્ત્રી છે. લગભગ 20 દિવસ પહેલા પત્નીએ પતિ પાસેથી ઘેરા લાલ રંગની લિપસ્ટિક મંગાવી હતી પરંતુ પતિ ઓછો સમજદાર નીકળ્યો અને મરૂન રંગની લિપસ્ટિક લઈને ઘરે પહોંચ્યો. વિચાર્યું હતું કે પત્ની લિપસ્ટિક જોઈને ખુશ થશે પરંતુ જેવી જ પતિએ પત્નીને મરૂન રંગની લિપસ્ટિક આપી તો પત્નીને ગુસ્સો આવી ગયો.
પત્નીએ કહ્યું કે આને પાછી કરી આવો, પતિ બોલ્યો કે રહેવા દો, રાખી લો આને. આ વાત પત્નીને એટલી ખરાબ લાગી કે પત્ની પોતાના પિયર ચાલી ગઈ. એટલું જ નહીં પોલીસમાં પતિની ફરિયાદ પણ કરી દીધી. જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી તો કેસ પરિવાર પરામર્શ કેન્દ્રમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. જ્યાં પતિ પત્ની બંનેની કાઉન્સેલિંગ કરવામાં આવી.
લિપસ્ટિકના રંગને લઈને પતિ પત્ની બંને વચ્ચે થયેલા વિવાદે એટલું મોટું સ્વરૂપ લઈ લીધું કે પતિ પર દહેજ ઉત્પીડનની ફરિયાદ કરવામાં આવી. પરિવાર પરામર્શ કેન્દ્રમાં કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે બંને પક્ષોને સાંભળ્યા તો પત્નીનું કહેવું છે કે પતિ પાસેથી લાલ રંગની લિપસ્ટિક મંગાવી હતી પરંતુ તેઓ બીજા રંગની લિપસ્ટિક લઈને આવ્યા. મેં પાછી કરવાનું કહ્યું તો પતિ બોલ્યા કે આને રાખી લો, બીજી પણ લાવી આપીશ, આ તો ફિજૂલ ખર્ચી થઈ ગઈ. આપણી આવક ઓછી છે તો ફિજૂલ ખર્ચી નહીં કરવી જોઈએ.
આ અંગે પતિએ કહ્યું કે મને લિપસ્ટિકના રંગની જાણકારી ન હતી, મેકઅપનો સામાન ક્યારેય ખરીદ્યો નહોતો. બીજી લિપસ્ટિક લાવવી એ ફિજૂલ ખર્ચી નહીં પરંતુ પ્રેમથી લાવી રહ્યો હતો. પરિવાર પરામર્શ કેન્દ્રના કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે જણાવ્યું કે આ મામલામાં બંનેને સમજાવવામાં આવ્યા અને પતિ પત્ની બંને સમજી ગયા છે, હવે બંને સાથે રહેવા માટે તૈયાર થઈ ગયા છે.