Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો,પૂર્વ સાંસદ નવીન જિંદાલ ભાજપમાં જોડાયા
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ નવીન જિંદાલ ભાજપમાં જોડાયા છે. કુરુક્ષેત્રના પૂર્વ સાંસદ નવીન જિંદાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ નવીન જિંદાલ ભાજપમાં જોડાયા છે. કુરુક્ષેત્રના પૂર્વ સાંસદ નવીન જિંદાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાના સમાચાર બહાર આવતા જ તેઓ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. નવીન જિંદાલે X પર એક પોસ્ટમાં તેમના રાજીનામાની જાહેરાત કરી. આ પોસ્ટમાં તેમણે પૂર્વ પીએમ મનમોહન સિંહની સાથે કોંગ્રેસ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે અને તેમનો આભાર માન્યો છે. નવીન જિંદાલ ભાજપમાં જોડાવા અંગે અટકળો ચાલી રહી હતી અને રવિવારે સાંજે રાજીનામું આપ્યા બાદ તરત જ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.
#WATCH | Delhi: After joining the BJP, Former Congress MP Naveen Jindal says, "Today is a very important day of my life. I am proud that I joined the BJP today and I will be able to serve the nation under the leadership of PM Modi. I want to contribute to the 'Viksit Bharat'… pic.twitter.com/lzo2zfJNH8
— ANI (@ANI) March 24, 2024
X પર પોસ્ટ કરીને નવીન જિંદાલે લખ્યું, 'મેં 10 વર્ષ સુધી કુરુક્ષેત્રથી સાંસદ તરીકે સંસદમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું. હું કોંગ્રેસ નેતૃત્વ અને તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનો આભાર માનું છું. આજે હું કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેએ પૂર્વ સાંસદ જિંદાલનું ભાજપ મુખ્યાલયમાં મંચ પર ખેસ પહેરાવી અને ફૂલનો ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું. તેઓ બે વખત કુરુક્ષેત્રથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ જિંદાલ પાવર કોર્પોરેશનના ચેરમેન પણ છે.
मैंने 10 वर्ष कांग्रेस पार्टी के कुरुक्षेत्र के सांसद के रूप में संसद में प्रतिनिधित्व किया |
— Naveen Jindal (@MPNaveenJindal) March 24, 2024
मैं कांग्रेस नेतृत्व और तत्कालीन प्रधानमंत्री Dr मनमोहन सिंह जी का धन्यवाद करता हूँ ।
आज मैं कांग्रेस पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा दे रहा हूं@kharge
નવીન જિંદાલ બે વખત કુરુક્ષેત્રથી સાંસદ રહી ચૂક્યા છે
નવીન જિંદાલ 2004 થી 2014 સુધી કુરુક્ષેત્રના સાંસદ હતા. તેઓ મોટા રાજકીય અને વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. નવીન જિંદાલના પિતા ઓપી જિંદાલ હરિયાણા સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમની માતા સાવિત્રી જિંદાલ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આજે અનેક નેતાઓ ભાજપમાં જોડાયા
રવિવારે ભાજપમાં ભરતીમેળો જોવા મળ્યો. આજે ઘણા દિગ્ગજ નેતાઓ પોતપોતાના પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. નવીન જિન્દાલ પહેલાં, ખાણ ઉદ્યોગપતિ અને કર્ણાટક રાજ્ય પ્રગતિ પાર્ટી-KRPPના એકમાત્ર ધારાસભ્ય જી જનાર્દન રેડ્ડીએ જાહેરાત કરી કે તેઓ હોળીના દિવસે 25મી માર્ચે ભાજપમાં જોડાશે. રેડ્ડીએ કહ્યું કે તેઓ બેલ્લારી લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુનેને સમર્થન આપશે.