શોધખોળ કરો
Advertisement
અમદાવાદની યુવતીએ હાઈકોર્ટનાં મહિલા જજને મોકલ્યાં કોન્ડોમનાં પેકેટ, જજ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અંગે આપેલા ક્યા વિવાદાસ્પદ ચુકાદા ?
દેવશ્રી ત્રિવેદીએ પોતાના કૃત્યનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સગીર છોકરીઓની જાતીય સતામણી કરવાના કેસમાં જજે જે પ્રકારના એક પછી એક ચુકાદા આપ્યા છે અને આરોપીઓને છોડી મૂક્યા છે એનાથી પોતે વ્યથિત છે.
નાગપુર: પોલિટિકલ એનાલિસ્ટ હોવાનો દાવો કરતી અમદાવાદની એક યુવતીએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાને કોન્ડોમના પેકેટ મોકલ્યા છે. જસ્ટિસ ગનેડીવાલાએ થોડા સમય પહેલા જ પોક્સોના કેસમાં 'સ્કીન-ટુ-સ્કીન' અંગેનો એક વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના જજને કોન્ડોમ મોકલનારી દેવશ્રી ત્રિવેદી નામની યુવતીએ યુટ્યૂબ પર વિડીયો પણ અપલોડ કર્યા છે, જેમાં તેણે 12 પેકેટમાં 150 જેટલા કોન્ડોમ્સ બતાવ્યા છે, અને તેને નાગપુર તેમજ હાઈકોર્ટ રજિસ્ટ્રી તેમજ જજના સત્તાવાર એડ્રેસ સહિત અલગ-અલગ જગ્યાઓએ કોન્ડોમ મોકલ્યા હોવાનું જણાવ્યું છે. આ વિડીયો 13 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઇકોર્ટની જજને 150 કોન્ડોમ મોકલનારી મહિલાનું નામ દેવશ્રી ત્રિવેદી છે. દેવશ્રી બોમ્બે હાઇકોર્ટનાં ચુકાદાના વિરોધમાં 12 અલગ અલગ સ્થલો પર કોન્ડોમ મોકલ્યા છે. જેમાં પુષ્પા વિરેન્દ્ર ગનેડીવાલની ચેમ્બરનો પણ સમાવેશ થાય છે. દેવશ્રીએ આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પ્રકારનો અન્યાય સહ્ય નથી. જસ્ટિસ ગનેડીવાલાનાં ચુકાદાના કારણે યૌન શોષણની પીડિત કિશોરીઓને ક્યારે પણ ન્યાય નહી મળે. હું માંગ કરૂ છું કે, જસ્ટિસ ગનેડીવાલાને સસ્પેન્ડ કરવામાં આવે.
દેવશ્રી ત્રિવેદીએ પોતાના કૃત્યનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સગીર છોકરીઓની જાતીય સતામણી કરવાના કેસમાં જજે જે પ્રકારના એક પછી એક ચુકાદા આપ્યા છે અને આરોપીઓને છોડી મૂક્યા છે એનાથી પોતે વ્યથિત છે. કોન્ડોમ એ જજ દ્વારા અપાયેલા 'સ્કિન ટુ સ્કિન'ના જજમેન્ટનું પ્રતીક છે, જેમાં 12 વર્ષની છોકરીની છાતી પર હાથ ફેરવનારા આરોપીને કોર્ટે સ્કિનથી સ્કિનનો ટચ નથી થયો એમ કહી પોક્સોના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટનું આ જજમેન્ટ ખૂબ જ વિચિત્ર હતું અને હું પીડિતા તેમજ તેના પરિવારની પીડા સમજી શકું છું.
બોમ્બે હાઇકોર્ટની (Bombay High Court) નાગપુર બેન્ચે ગત્ત મહને જાન્યુઆરીમાં કિશોરીના શોષણ મુદ્દે (Sexual Abuse) એક ચુકાદો આપ્યો હતો. બોમ્બે કોર્ટે પોતાનાં ચુકાદામાં જણાવ્યું કે, કિશોરીના કપડા ઉતાર્યા વગર જ તેનો સ્પર્શ યૌન શોષણ માની શકાય નહી. તેને પોક્સો એક્ટ (POCSO Act) હેઠલ યૌન શોષણ તરીકે પરિભાષિક કરી શકાય નહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion