શોધખોળ કરો

કોરોનાની ત્રીજી લહેરને રોકવા ઓગસ્ટથી જ દેશમાં લોકડાઉન લાદી દેવાશે ? જાણો મહત્વના સમાચાર

કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યોને ખૂબ જ મહત્વપૂર્ણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની 5 સ્તરીય રણનીતિ સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ સંક્રમણ રોકવા માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેક્સિનેશનને મહત્વ આપવા કહેવામાં આવ્યું છે. 

નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ માસમાં આવશે એવી આગાહી વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ચેતવણી આપી છે કે, રાજ્ય સરકારે  સાવધાનીપૂર્વક છૂટછાટો આપવી તથા કોઈ પણ પ્રવૃત્તિને બધાં પાસાંનો વિતાર કર્યા પછી જ પ્રોત્સાહન આપવું જોઈએ. મોદી સરકારનું સાવચેતીભર્યું વલણ જોતાં આ વખતે મોટા ભાગનાં રાજ્યો કોરોનાની ત્રીજી લહેર પહેલા જ લોકડાઉન સહિતનાં પગલાં લેશે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે આગોતરાં પગલાંરૂપે દેશવ્યાપી લોકડાઉન લદાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. સત્તાવાર રીતે આ વાતોને સમર્થન નથી અપાયું.

કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યોને ખૂબ જ મહત્વપૂર્ણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની 5 સ્તરીય રણનીતિ સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ સંક્રમણ રોકવા માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેક્સિનેશનને મહત્વ આપવા કહેવામાં આવ્યું છે. 

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી હતી કે. આગામી 6થી 8 સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ ચેતવણી બાદ કેન્દ્ર તરફથી આ નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગુલેરિયાએ શનિવારે કહ્યું હતું કે, આગામી 6 સપ્તાહથી 8 સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. 

રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, કોરોના સાથે સંકળાયેલી ગાઈડલાઈન ફોલો નહીં કરવામાં આવે તો 6થી 8 સપ્તાહમાં ત્રીજી લહેર આવી શકે છે. વેક્સિનેશન થઈ જાય ત્યાં સુધી આપણે આક્રમક સ્વરૂપે આપણી લડાઈ ચાલુ રાખીએ તે જરૂરી છે. જો લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી જરૂરી ગાઈડલાઈન ફોલો નહીં કરે તો મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોરોનાના કેસ વધે તો સર્વેલન્સ અને જે ક્ષેત્રમાં કેસ વધતા હોય તે શોધીને ત્યાં લોકડાઉન લાગુ કરવાની જરૂર પણ પડી શકે છે.'

કોરોનાની બીજી લહેરે દેશમાં ભારે તબાહી મચાવી હતી તેથી કોરોનાને નિયંત્રણમાં લેવા મોટા ભાગનાં રાજ્યોએ લોકડાઉન લાગુ કરેલું. લોકડાઉનની અસર જોવા મળી અને થોડા દિવસોમાં જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટવા લાગી. આ સફળતાને ધ્યાનમાં રાખીને ત્રીજી લહેર આવે તે પહેલાં લોકડાઉન લદાઈ શકે છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget