‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
સુનીલ કુમાર ગુપ્તાએ તેમના કાર્યકાળ દરમિયાનના કેટલાક ખુલાસા કર્યા છે જેણે હલચલ મચાવી દીધી છે

Subrata Roy Sahara: તિહાડ જેલના ભૂતપૂર્વ પીઆરઓ સુનીલ કુમાર ગુપ્તાએ તેમના કાર્યકાળ દરમિયાનના કેટલાક ખુલાસા કર્યા છે જેણે હલચલ મચાવી દીધી છે. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સુબ્રતો રોય સહારા કેદી હતા ત્યારે તેમને જેલમાં બધી સુવિધાઓ મળી રહી હતી. તિહાડ જેલના પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે એર હોસ્ટેસ દિવસમાં બે થી ત્રણ વખત સુબ્રતો રોયના સેલમાં આવતી હતી. નોંધનીય છે કે સુબ્રતો રોયનું નવેમ્બર 2023માં અવસાન થયું હતું. આ મામલે તેમના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
#WATCH | Delhi: Former Tihar Jail PRO Sunil Kumar Gupta recounts his tenure and alleges that late Subrata Roy Sahara was provided special favours by the jail administration when he was an inmate, also alleges that the then CM Arvind Kejriwal didn't take any action when he… pic.twitter.com/ivgaV7qwxI
— ANI (@ANI) February 25, 2025
સુનિલ ગુપ્તાએ કહ્યું હતું કે સુબ્રતો રોય સહારા (સહારા ગ્રુપના દિવંગત વડા) પર ઘણા લોકોના હજારો કરોડ રૂપિયાનું દેવું હતું. એટલા માટે સુપ્રીમ કોર્ટે તેમને જેલની સજા ફટકારી હતી. તેમને પહેલા નિયમિત જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "સુબ્રતો કહ્યું હતું કે તેમને હોટલો વેચવી પડશે અને તેમાંથી મળતા પૈસાથી તેઓ લેણદારોના રૂપિયા ચૂકવી શકશે."
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા સુનિલ ગુપ્તાએ કહ્યું હતું કે, "તેમણે તેમની હોટલના ઘણા ખરીદદારો, જેઓ પશ્ચિમી દેશોના હતા સાથે વિડીયો કોન્ફરન્સિંગ માટે કોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી હોટલો વેચી શકાશે નહીં. જ્યારે સુપ્રીમ કોર્ટે જેલ પ્રશાસન પાસેથી ઉકેલ માંગ્યો, ત્યારે જેલ પ્રશાસને કહ્યું કે જેલમાં રહીને આવું કરવું શક્ય નથી. તે જેલની બહારથી કરી શકાય છે."
સુબ્રતો રોય કોર્ટ સંકુલમાં સૂતા હતા
તેમણે કહ્યું હતું કે, "આ પછી તેમને (સુબ્રતો) કોર્ટ સંકુલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા, જ્યાં વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા ઉપલબ્ધ હતી. તેમણે પણ આ સુવિધાનો લાભ લીધો હતો. તેઓ રાત્રે તે જ સંકુલમાં સૂતા હતા. જ્યારે બાકીના કેદીઓ રાત પડતાની સાથે જ તેમના સેલમાં બંધ થઈ જાય છે. સુબ્રતો રોયે કહ્યું હતું કે તેમને રાત્રે કોર્ટ સંકુલમાં બહારથી તાળુ મારીને રાખવા જોઈએ. કોર્ટે તેમની વિનંતી સ્વીકારી તેથી સુબ્રતો રોયને લોક કરવામાં આવતા નહોતા.
તિહાડ જેલના પૂર્વ પીઆરઓ સુનિલ ગુપ્તાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "તેમને ભોજન સુવિધા પૂરી પાડવામાં આવી હતી. અમે તેમના સેલમાંથી દારૂની બોટલો પણ જપ્ત કરી હતી. કોર્ટે સુબ્રતો રોયને એક પ્રાઇવેટ સેક્રેટરી રાખવાની પણ મંજૂરી આપી હતી. સુબ્રતો રોયે એક મહિલાને પ્રાઇવેટ સેક્રેટરી તરીકે રાખી હતી. હવે તે તેણીને એર હોસ્ટેસ કહીને બોલાવી રહ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યા હતા
સુનિલ ગુપ્તાએ કહ્યું હતું કે, "જોકે સુપ્રીમ કોર્ટના નિર્દેશમાં કહેવામાં આવ્યું હતું કે બધું કાયદેસર રીતે કરવું જોઈએ, મેં જોયું કે ઘણી બધી ગેરકાયદેસર બાબતો થઈ રહી હતી. અગાઉ, દિલ્હી હાઈકોર્ટે મને બોલાવ્યો હતો અને કહ્યુ હતું કે જેલમાં લાંચ અને ખંડણીની ઘણી ફરિયાદો છે. આ પછી મેં આ મુદ્દો ડીજી જેલની અધ્યક્ષતામાં અમારી બેઠકોમાં ઉઠાવ્યો હતો. તત્કાલીન જેલના ડીજીને લાગ્યું કે હું તેમની વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યો છું. તેથી તેમણે તેને ગંભીરતાથી ન લીધી. તત્કાલીન ડીજીએ તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં અને કોઈ કાર્યવાહી કરી નહીં. આ પછી મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહીં. તેથી મેં તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સંપર્ક કર્યો અને તેમને સુબ્રતો રોય સહારામાં સુવિધાઓ વિશે બધું જ જણાવ્યું અને આ સુવિધાઓ જેલ વહીવટીતંત્રના સહયોગથી પૂરી પાડવામાં આવી રહી છે."
મારી વાત પર કોઈએ ધ્યાન આપ્યું નહીં - સુનિલ ગુપ્તા
તેમણે કહ્યું કે, આ પછી જેલ મંત્રીએ મુખ્યાલયની મુલાકાત લીધી અને ડીજી અને અન્ય અધિકારીઓને કહ્યું કે અહીં કાંઈ ખોટું ના કરો. આખરે કંઈ નક્કર કરવામાં આવ્યું નહીં અને સુબ્રતો રોય સહારા સુવિધાઓનો આનંદ માણતા રહ્યા. જેલ પ્રશાસન તેમની સામે ઝૂકી ગયું, પછી તેઓએ મને હેરાન કરવાનું શરૂ કર્યું. હું તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યો હતો. તેમણે મને તેમના સેક્રેટરી સાથે વાત કરવા કહ્યું, મેં તેમ કર્યું અને તેમને બધું સમજાવ્યું પણ કોઈએ મારી વાત પર ધ્યાન આપ્યું નહીં."
"જ્યારે હું નિવૃત્ત થઈ રહ્યો હતો ત્યારે મને 10 વર્ષ જૂના કોર્ષમાં ગેરરીતિઓ અંગે 15 પાનાની ચાર્જશીટ આપવામાં આવી હતી, તે ફક્ત મને હેરાન કરવા માટે હતી. 4-5 વર્ષ પછી મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો અને સરકારે ચાર્જશીટ પાછી ખેંચી લીધી પરંતુ તે પાંચ વર્ષમાં હું ખૂબ જ પરેશાન હતો. મને ખબર હતી કે આવું થશે."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
